Breaking News : Congressમાં ફરી ભંગાણ, Loksabhaના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચહેરાએ આપ્યું પક્ષમાંથી રાજીનામું, નિર્ણય પાછળ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-03-22 13:36:43

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એક બાદ એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે વધુ એક નેતાએ પક્ષને છોડી દીધો છે. અને જે નેતાએ પક્ષને છોડ્યો છે તેમને લોકસભાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે ઘોષિત થયેલા રોહન ગુપ્તાની. રોહન ગુપ્તાએ થોડા દિવસ પહેલા ઉમેદવારી પરત ખેંચી લીધી હતી કારણ કે તેમના પિતાની તબિયત ખરાબ હતી. ત્યારે હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પત્રમાં તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે તેમાં તેઓ આત્મસન્માન જાળવવા માટે પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે.   

પિતાની તબિયત ખરાબ હોવાને કારણે પરત ખેંચી હતી ઉમેદવારી

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે વધુ એક યાદી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી અને 11 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી. એક તરફ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી તો બીજી તરફ ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. ત્યારે આજે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે પ્રતિક્રિયા આપી છે. 


રાજીનામામાં રોહન ગુપ્તાએ ઠાલવી વ્યથા

પક્ષમાંથી તો રાજીનામું આપ્યું પરંતુ તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે મને જણાવતા ઘણું દુખ થાય છે કે, છેલ્લા બે વર્ષથી કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના સીનિયર લીડર દ્વારા સતત મારા પર ચારિત્ર્ય અંગેના આક્ષેપ કરવામાં આવતા હતા. જે વ્યક્તિએ છેલ્લાં બે વર્ષથી મારું અપમાન કર્યું છે, જે વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસમાં આ કામ કરતાં હટ્યો નથી, મને ખાતરી છે કે તે ભવિષ્યમાં આવું કરવાથી દૂર નહીં રહે અને તેને કોઈ રોકી શકશે નહીં. પરંતુ હવે હું મારા આત્મસન્માન પર વધુ હુમલો સહન કરવા તૈયાર નથી. તૂટેલા હૃદય સાથે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે જે મારા આત્મસન્માનને બચાવવા માટે ખૂબ જ મુશ્કેલ પરંતુ જરૂરી છે. હવે મારી નૈતિકતા મને પાર્ટીમાં ચાલુ રહેવા દેતી નથી. 


શું રોહન ગુપ્તા જોડાશે ભાજપમાં? 

રોહન ગુપ્તાએ પહેલા ઉમેદવારી પરત ખેંચી અને તે બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જે લોકો પક્ષમાંથી રાજીનામું આપે છે તે ભાજપમાં જોડાઈ જતા હોય છે. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે તે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. રોહન ગુપ્તાના રાજીનામા બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી હતી.        

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.