લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિવાદ ખુલીને સામો આવી રહ્યો છે. હજી રંજનબેન ભટ્ટની ચર્ચાઓ શાંત નથી થઈ ત્યારે તો વધુ એક બ્રેકિંગ ન્યુઝ સામે આવ્યા. સાબરકાંઠાના લોકસભાના ઉમેવાદર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી છે.
ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર
એક જ દિવસમાં ભારતીય જનતા પાર્ટીને બે મોટા ઝટકા મળ્યા છે. ઉમેદવાર તરીકે વડોદરા બેઠક પરથી ભાજપે રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા. ગુજરાત માટે બીજેપીએ 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આજે સવારે સોશિયલ મીડિયા પર રંજનબેન ભટ્ટ દ્વારા ટ્વિટ કરવામાં આવે છે અને તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી. આની ચર્ચાઓ તો હજી પૂર્ણ નથી થઈ ત્યારે તો સાબરકાંઠાના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ભીખાજી ઠાકોરે પણ ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી લીધી છે.