રાજકોટ અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા છે. પોલીસની કામગીરી પર સવાલ અનેક ઉઠ્યા છે ત્યારે એક મોટી અપડેટ સામે આવી છે કે રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ વડા તરીકે બ્રિજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે.. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરીની પણ બદલી કરી દેવામાં આવી છે.
પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ!
શનિવાર સાજે બનેલી આગની ઘટનામાં અનેક પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવ્યા છે.. 28 જેટલા લોકોના મોત આ કરૂણાંતિકામાં થયા છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે.. પોલીસ કમિશનર પણ જાણે સવાલોના ઘેરામાં હતા... આ બધા વચ્ચે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.. રાજકોટમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડી રહ્યો છે.. માત્ર અમુક પરિવારોને જ તેમના સ્વજનોનો મૃતદેહ મળ્યો છે.
રાજકોટ પોલીસ કમિશનરની કરાઈ બદલી
રાજકોટના પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે.. ના માત્ર પોલીસ કમિશનરની પરંતુ બીજા અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરાઇ છે. રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવુ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રખાયા છે. સુધીર દેસાઈની પણ બદલી કરાઇ છે. રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશકુમાર ઝાની નિમણૂંક કરાઇ છે. વિધી ચૌધરીની જગ્યાએ મહેંદ્ર બગરીયાની નિમણૂંક કરાઇ છે.