લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે... ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીને લઈ એક્ટિવ દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ વધુ એક નામની જાહેરાત કરી છે. ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત ભાવનગર લોકસભા બેઠક માટે કરવામાં આવી છે. મહત્વનું છે કે આની પહેલા આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી હતી.
ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે ઉમેશ મકવાણા!
લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલા ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવા બાદ ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેશ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. ઉમેશ મકવાણા હાલ બોટાદના ધારાસભ્ય છે અને હવે તે ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર પણ.
ચૈતર વસાવા બાદ વધુ એક ઉમેદવારના નામની કરાઈ જાહેરાત!
મહત્વનું છે કે ચૈતર જસાવા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવ્યા હતા. જનસભાને અરવિંદ કેજરીવાલે સંબોધી હતી. ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી ત્યારે આજે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સીટ પરથી લોકસભા ચૂંટણીના ઉમેદવાર ઉમેશ મકવાણાના બનાવવામાં આવ્યા છે.