Breaking News : રાજકોટના નાના મોવા રોડ પર આવેલા ગેમઝોનમાં લાગી ભયંકર આગ, અનેક બાળકો ફસાયા હોવાની આશંકા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-25 18:42:09


આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે.. આગમાં અનેક જિંદગીઓ હોમાઈ છે... ત્યારે રાજકોટથી એક સમાચાર સામે આવ્યા છે.. રાજકોટના નાનામૌવા રોડ ઉપર સયાજી હોટલની પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ લાગી છે જેમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.. આગને કાબુમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. એવી પણ માહિતી સામે આવી છે કે આ ઘટનામાં એક બાળકનું મોત પણ નિપજ્યું છે... આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ટીમો ત્યાં પહોંચી ગઈ છે.. 

News18 Gujarati

News18 Gujarati

બે બાળકોના મોત થયા હોવાની આશંકા

ગરમીને કારણે અનેક જગ્યાઓથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે.. થોડા દિવસોથી આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે.. આગમાં અનેક જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ છે.. રાજકોટના નાનામૌવા રોડ ઉપર સયાજી હોટલની પાછળ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે જેમાં બે માસુમ બાળકોના મોત થઈ ગયા છે તેવી વાત સામે આવી છે.. અનેક લોકો હજી પણ ગેમિંગ ઝોનમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. પાંચ કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા તેવી માહિતી સામે આવી છે..  આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું..   

News18 Gujarati

News18 Gujarati

News18 Gujarati


સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..