Breaking News : રાજકોટની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું થયું હાર્ટ એટેકને કારણે નિધન, ગઈકાલે છાતીમાં થયો હતો દુખાવો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-28 12:47:56

થોડા સમય પહેલા ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે હવે રાજકોટમાં આવી ઘટના બની છે. રાજકોટમાં કોલેજમાં ભણતા એક વિદ્યાર્થીનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિ નામનો વિદ્યાર્થી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જ્યારે કોલેજથી વિદ્યાર્થી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન તેને છાતીમાં દુખાવો થયો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ તેનું નિધન થઈ ગયું હતું. ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.    


કોલેજના અંતિમ વર્ષમાં કરતો હતો અભ્યાસ 

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. પહેલા આપણે એવું માનતા હતા કે હાર્ટ એટેક વૃદ્ધોને આવે. પરંતુ હવે તો જીવનનો કોઈ ભરોસો નથી રહ્યો. યુવાનોમાં તેમજ વિદ્યાર્થીઓ હૃદય હુમલાનો શિકાર બની રહ્યા છે. થોડા દિવસ પહેલા ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું ત્યારે ફરી એક વખત વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સુરતના રહેવાસી અને રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ટર કોર્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કલ્પેશ પ્રજાપતિ કરી રહ્યો હતો. 


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સા

ગઈકાલે સાંજે કોલેજથી છૂટ્યો તે વખતે તેની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સારવાર મળે તે પહેલા જ આશાવાદી યુવાને દમ તોડી દીધો હતો. જ્યારે કલ્પેશને છાતીમાં દુખાવો થયો ત્યારે પોતાના મિત્રને ફોન કરી જાણ કરી. 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વિદ્યાર્થીના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની સાઈડઈફેટ જોવા મળી રહી છે. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમણે વેક્સિનના ત્રણેય ડોઝ લીધા હોય તેવી વાત સામે આવી હતી.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?