મિઝોરમમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં 17 શ્રમિકોના મોત થઈ ગયા છે. અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ તૂટી પડ્યો છે અને દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના જ્યારે સર્જાઈ ત્યારે બ્રિજની કામગીરી કરવા માટે 30થી 40 જેટલા શ્રમિકો હાજર હતા. સવારે 10 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે.
દુર્ઘટનામાં થયા 17 શ્રમિકોના મોત
અનેક વખત નિર્માણાધીન સાઈટ પર દુર્ઘટના સર્જાતી હોય છે. સ્લેબનો ભાગ ધરાશાયી થતાં અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના મિઝોરમમાં સર્જાઈ છે. પુલ પર શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના સર્જાતા અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને 17 જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. દુર્ઘટના સર્જાતા ત્વરીત રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનેક શ્રમિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રીએ શોક પ્રગટ કર્યો છે. દુર્ઘટનાને લઈ પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.
દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે!
જે અકસ્માત સર્જાયો છે તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રીજા અને ચોથા થાંભલા વચ્ચેનો ગાર્ડર નીચે પડી ગયો. જે ગાર્ડર નીચે ધરાશાયી થયો તેની પર 30થી 40 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા. દુર્ઘટના સર્જાતા શ્રમિકો કાટમાળની નીચે દબાઈ ગયા અને 17 જેટલા શ્રમિકોના મોત થઈ ગયા છે. જે પુલ ધરાશાયી થયો છે તેની ઉંચાઈ 104 મીટર માનવામાં આવી રહી છે.