આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે. ભાજપને હરાવવા માટે ઈન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી હતી. પરંતુ તે ગઠબંધનને ધીરે ધીરે ઝટકા લાગી રહ્યા છે. અનેક રાજ્યોમાં અલગ અલગ પાર્ટીઓએ સ્વતંત્ર પાર્ટી તરીકે લડવાનો નિર્ણય કર્યો છે. પંજાબ માટે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે...
14 બેઠકો પર આપ ઉતારશે ઉમેદવાર!
લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધનને વધુ એક મોટો ફટકો પડ્યો છે. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પંજાબ વિધાનસભામાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે ત્યારે આજે જાહેરાત કરવામાં આવી કે પંજાબમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરવામાં આવી કે આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી માટે પંજાબમાં 13 ઉમેદવારોને તેમજ ચંદીગઢ માટે 1 સીટ માટે પોતાનો ઉમેદવારને મેદાનમાં ઉતારશે. જાહેરાત કર્યા બાદ એવું સ્પષ્ટ થઈ ગયું છે કે પંજાબ તેમજ ચંડીગઢ લોકસભા પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉતારશે. એક વીડિયો શેર કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા. મહત્વનું છે કે આની પહેલા મમતા બેનર્જી, નીતિશ કુમાર સહિતના નેતાઓએ આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.