આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી ધારાસભ્ય પદથી રાજીનામું આપી રહ્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે તે ગમે ત્યારે પાર્ટી સાથે છેડો પણ ફાડી શકે છે. હાલ આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. એવી પણ અટકળો સામે આવી છે કે તે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. વિધાનસભામાં જ્યારે રાજીનામું આપવા પહોંચ્યા હતા ત્યારે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી દેશની સેવા માટે યોગ્ય પ્લેટફોર્મ ન હતું!
ભુુપત ભાયાણી કરશે ઘરવાપસી?
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ સીટો મળી હતી. આપના પાંચ ધારાસભ્યો હતા પરંતુ હવે આ આંકડો ચાર પર પહોંચી જાય તેવી અટકળો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું ગમે ત્યારે આપી શકે છે. જો ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે તો આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડી શકે છે. મહત્વનું છે કે આની સીધી અસર લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવા માટે ભુપત ભાયાણી વિધાનસભા પહોંચી ગયા છે અને અધ્યક્ષને ગમે ત્યારે રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે.