2 હજાર નોટને બદલાવાનો આજે છેલ્લો દિવસ હતો. પરંતુ આરબીઆઈએ આ ડેડલાઈનમાં વધારો કર્યો છે. 2 હજારની નોટ બદલવાની મુદ્દત અઠવાડિયા સુધી વધારવામાં આવી છે. મતલબ 7 ઓક્ટોબર સુધી તેમે 2 હજારની નોટને બદલાવી શકો છો.
3.42 લાખ કરોડની નોટો બેન્કોને પરત મળી છે!
બે હજાર રુપિયાની નોટોને બદલાવાનો આજે અંતિમ દિવસ હતો. મતલબ આજે બેંકમાં તમે આ નોટો જમા કરાવાની હતી. 30 સપ્ટેમ્બર સુધીમાં આ નોટો જમાવાની હતી પરંતુ હવે આરબીઆઈએ આ ડેડલાઈને વધારી છે. 7 ઓક્ટોબર સુધી હવે આ નોટો બદવાઈ શકાશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બે હજારની નોટને પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો.બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી ₹3.56 લાખ કરોડની ₹2000ની નોટોમાંથી ₹3.42 લાખ કરોડની નોટો બેન્કોને પરત કરવામાં આવી છે. 29 સપ્ટેમ્બરે બિઝનેસ બંધ થયા બાદ માત્ર 0.14 લાખ કરોડ રૂપિયા જ ચલણમાં રહ્યા હતા.
સ્ટોરી અપડેટ થઈ રહી છે...