બ્રેકિંગ: મહુઆ મોઈત્રાનું સભ્ય પદ રદ્દ, લોકસભામાં ચર્ચા બાદ એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજુર, વિપક્ષનું વોકઆઉટ


  • Published By :
  • Published Date : 2023-12-08 16:07:48

તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની સાંસદ મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. લોકસભામાં કેશ ફોર ક્વેરી મામલે એથિક્સ કમિટીની રિપોર્ટ રજુ કરવામાં આવી ત્યાર બાદ તેના પર ચર્ચા અને મતદાન થયું હતું.  વિપક્ષી સાંસદોએ આ દરમિયાન વોકઆઉટ કર્યું હતું, ત્યાર બાદ રિપોર્ટ મંજુર થઈ ગઈ હતી. એથિક્સ કમિટીએ તેની રિપોર્ટ પર મહુઆ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. રિપોર્ટ પર ચર્ચા દરમિયાન ટીએમસી, કોંગ્રેસ અને વિપક્ષી સાંસદોએ મહુઆ મોઈત્રાને બોલવાની એક તક આપવાની માગ કરી હતી. જો  કે બીજેપી સાંસદોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. સ્પિકરે પણ વિપક્ષની માગ ફગાવી દીધી હતી.  


BJP સાંસદ નિશિકાંત દુબેએ લગાવ્યો હતો આરોપ


મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ જવા માટે જે વ્યક્તિને જવાબદાર ઠરાવવામાં આવે છે તેમનું નામ નિશિકાંત દુબે છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રા પર સૌપ્રથમ આરોપ લગાવ્યો હતો. નિશિકાંતે મહુઆ પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દુબેએ સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંતનો પત્ર બતાવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લાંચની લેવડદેવડ મહુઆ અને હીરાનંદાની વચ્ચે થઈ હતી. દુબેએ આરોપ લગાવ્યો ત્યાર બાદ મહુઆએ બિજેપી સાંસદ નિશિકાંત દુબે અને જય અનંતને કાનુની નોટિસ ફટકારી હતી. મહુઆએ આ તમામ આરોપ પાયાવિહોણા ગણાવ્યા હતા.  

શા માટે ગયું સભ્યપદ?


ઉલ્લેખનિય છે કે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર લોકસભાની વેબસાઈટનું લોગ-ઈન અને પાસવર્ડ વિદેશમાં રહેતા એક ભારતીય બિઝનેશમેન સાથે શેઅર કરવાનો આરોપ છે. બિજેપી સાંસદ નિશિકાંત દુબેના ખુલાસા બાદ ઘેરાયેલી મહુઆએ તેને મીડિયા સામે પણ સ્વિકાર્યો હતો. તેમની દલીલ છે કે લોગ-ઈન ડીટેલ તો સાંસદો કોઈની પણ સાથે શેર  કરે જ છે. જો કે મહુઆ મોઈત્રા પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરૂધ્ધ એજન્ડા ચલાવવા માટે હરિફ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની સાથે સાંઠગાઠનો આરોપ છે. હીરાનંદાનીએ તે પણ કહ્યું કે તેમણે અદાણી સામે સંસદમાં સવાલ ઉઠાવવા માટે મહુઆ મોઈત્રાને પૈસા અને મોંઘી ગિફ્ટ આપી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?