Breaking:બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન, ભારત સરકારે કરી મોટી જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-23 21:04:48

બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે. કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ જાહેરાત ભારત સરકાર દ્વારા મોડી સાંજે કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે 24 જાન્યુઆરીના રોજ કર્પૂરી ઠાકુરની 100મી જયંતી છે. જ્યંતીના એક દિવસ પહેલા જ સરકાર દ્વારા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 


કોણ હતા કર્પૂરી ઠાકુર?


કર્પૂરી ઠાકુર મહાન સમાજવાદી નેતા હતા, તેમની લોકપ્રિયતાના કારણે બિહારમાં જનનાયક કહેવામાં આવતા હતા. તેમનો જન્મ બિહારના સમસ્તીપુર જિલ્લાના પિતૌઝિયા ગામમાં થયો હતો. પટણાથી વર્ષ 1940માં તેમણે મેટ્રિક પાસ કર્યા બાદ સ્વતંત્રતા આંદોલનમાં ઝંપલાવ્યું હતું. તેમણે સમાજવાદી નેતા નરેન્દ્ર દેવને પોતાના આદર્શ બનાવી તેમના માર્ગ પર ચાલવાનું પસંદ કર્યું હતું. તેમણે વર્ષ 1942માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. જેના કારણે તેમને ઘણા મહિના સુધી જેલમાં જ રહેવું પડ્યું હતું. તેમની સરકારે સમાજના વંચિત અને શોષિત સમાજના લોકોના ઉત્થાન માટે તેમણે કરેલા અથાક પ્રયત્નોને લોકો આજે પણ બિરદાવે છે. તેઓ બિહારમાં ભ્રષ્ટાચાર વિરોધી નેતા તરીકે જાણીતા હતા. તેમના શાસનકાળમાં અમલી બનેલી ભૂમિ સુધારણા યોજના અને શિક્ષણ સુધારણા યોજનાની વ્યાપક અસર દેશભરમાં થઈ હતી.


કેવી રહી રાજકીય સફર


કર્પુરી ઠાકુર 1952માં તાજપુર વિધાનસભા મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હતા. 1967ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં, કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી, જેના પરિણામે બિહારમાં પહેલીવાર બિન-કોંગ્રેસી પાર્ટીની સરકાર બની. મહામાયા પ્રસાદ સિંહા મુખ્યમંત્રી બન્યા. અને કર્પૂરી ઠાકુર નાયબ મુખ્યમંત્રી બન્યા અને તેમને શિક્ષણ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો. કર્પૂરી ઠાકુરે શિક્ષણ મંત્રી રહીને વિદ્યાર્થીઓની ફી નાબૂદ કરી હતી અને અંગ્રેજીની આવશ્યકતા પણ નાબૂદ કરી હતી. થોડા સમય પછી બિહારની રાજનીતિએ એવો વળાંક લીધો કે કર્પૂરી ઠાકુર મુખ્યમંત્રી બન્યા. આ સમયગાળા દરમિયાન તેઓ છ મહિના સુધી સત્તામાં રહ્યા. તેમણે એવા ક્ષેત્રો પરની મહેસૂલ નાબૂદ કરી જે ખેડૂતોને કોઈ નફો આપતી ન હતી, 5 એકરથી ઓછી જમીન ધરાવતી જમીન પરની આવક પણ મહેસૂલ નાબૂદ કરી હતી અને ઉર્દૂને રાજ્ય ભાષાનો દરજ્જો પણ આપ્યો હતો. આ પછી, તેમની રાજકીય શક્તિમાં જબરદસ્ત વધારો થયો અને કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં સમાજવાદનો એક મોટો ચહેરો બની ગયા હતા. મંડલ ચળવળ અગાઉ જ જ્યારે તેઓ બિહારના મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમણે પછાત વર્ગોને 27 ટકા અનામત આપી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?