Breaking: આનંદો! રાજ્ય સરકારે પોલીસ ભરતી માટેના નવા નિયમો કર્યા જાહેર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-07 18:58:18

પોલીસ ભરતી માટે તૈયારી કરેલા રાજ્યના લાખો ઉમેદવારો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. તે ઉપરાંત હવે ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં નહીં લેવાય. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ જ રહેશે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.


શું છે મહત્વના ફેરફારો?


પોલીસ ભરતી માટે અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ A અને ભાગ B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. 


રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે


1 વર્ષનો કોર્ષ કરેલાને વધારાના 3 માર્ક, 2 વર્ષનો કોર્સ કરેલાને 3 માર્ક મળશે


3 વર્ષનો કોર્સ કરેલાને 8 માર્ક અને 4 વર્ષનો કોર્સ કરેલાને 10 માર્ક વધારાના મળશે 


પરીક્ષા માટેના નવા નિયમો મુજબ અગાઉના માન્ય વિષયો જેવા કે સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરાયા


લેખિત પરિક્ષા માટે 2 ભાગમાં વિવિધ વિષયો અને તેના માર્ક નક્કી કરાયા 


A પાર્ટમાં કુલ 3 વિષય આવરી લેવાયા, A પાર્ટના કુલ 80 માર્ક નક્કી કરાયા 


રિઝનિંગ અને ડેટા અર્થઘટન વિષયનું 30 માર્કનું પેપર રહેશે 


માત્રાત્મક યોગ્યતા વિષયનું 30 માર્કનું પેપર રહેશે 


ગુજરાતી ભાષામાં સમજણ વિષયનું 20 માર્કનું પેપર રહેશે 


પાર્ટ B માં પણ ત્રણ વિષયના 120 માર્ક નક્કી કરાયા 


ભારતના બંધારણ વિષયના 30 માર્ક રહેશે 


કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ વિષયના 40 માર્ક રહેશે 


ઇતિહાસ, ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ વિષયના 50 માર્ક રહેશે 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?