Breaking! ગુજરાતની રાજ્યસભાની 4 સીટો માટે આ તારીખે યોજાશે ચૂંટણી, ક્યારે શરૂ થશે નામાંકન પ્રક્રિયા, જાણો


  • Published By :
  • Published Date : 2024-01-29 15:30:05

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે 15મી ફેબ્રુઆરી સુધી નામાંકન પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે આગામી 27મી ફેબ્રુઆરીએ યોજાશે ચાર બેઠક માટે મતદાન થશે. રાજ્ય સભાની ચારેય ખાલી બેઠકો માટે એકસાથે ચૂંટણી યોજાશે. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોતાં ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેમ છે.


ભાજપ ચારેય સીટો જીતશે


રાજ્યસભાની ખાલી પડતી ચાર બેઠકોમાં ભાજપમાંથી કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. બીજી તરફ કૉંગ્રેસમાંથી અમી યાજ્ઞિક અને નારણભાઇ રાઠવા નિવૃત્ત થઇ રહ્યાં છે. રૂપાલાની આ ત્રીજી અને માંડવિયાની બીજી ટર્મ છે તેથી બન્ને સભ્યોને રિપીટ કરવામાં આવે તેવી સંભાવના ઓછી જણાઇ રહી છે. કૉંગ્રેસ જો આ ચૂંટણીમાં ભાગ લેશે તો તેના ઉમેદવાર જીતી શકે તેવી શક્યતા એટલા માટે નથી કે વિધાનસભામાં કૉંગ્રેસનું સંખ્યાબળ ઓછું છે. ભાજપ પાસે 156 ધારાસભ્યો છે જેના બળે પાર્ટી ચાર ઉમેદવારો ઊભા રાખી જીતી શકે તેમ છે.


કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલ એકમાત્ર રાજ્યસભાના સભ્ય


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પછી કૉંગ્રેસના એકમાત્ર શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સભ્ય રહેશે. તેમની મુદ્દત 2026માં પૂર્ણ થાય છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો પૈકી અત્યારે ભાજપ પાસે 8 અને કૉંગ્રેસ પાસે 3 બેઠકો છે. એપ્રિલમાં મુદ્દત પૂર્ણ થતા 4 બેઠકોની ચૂંટણીમાં કૉંગ્રેસે 2 બેઠકો ગુમાવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?