BREAKING: ચૂંટણી પંચે શરદ પવારને આપ્યો મોટો ઝટકો, અજિત પવાર જૂથ અસલી NCP જાહેર


  • Published By :
  • Published Date : 2024-02-06 20:33:42

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારને ચૂંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. પંચે અજિત પવારની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક NCP તરીકે જાહેર કર્યું છે. સુનાવણી બાદ ચૂંટણી પંચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આયોગે પોતાના નિર્ણયમાં અજિત પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને પ્રતીક આપ્યું છે. NCPમાં વિભાજન બાદ અજિત પવારે ચૂંટણી પંચમાં દાવો કર્યો હતો. આ પછી પંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પંચના નિર્ણય બાદ અજિત પવારની છાવણી અસલી NCP હશે. પંચનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે 15 ફેબ્રુઆરી સુધીમાં NCP ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પોતાનો નિર્ણય આપવાનો છે.


અજિતને પાર્ટી અને ઘડિયાળનું પ્રતિક મળ્યા


ચૂંટણી પંચના નિર્ણય બાદ અજિત પવાર હવે પાર્ટીના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરી શકશે. પંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે તમામ પુરાવાઓના આધારે અજીતના જૂથને વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માનવામાં આવે છે. ગયા વર્ષે 2 જુલાઈના રોજ, અજિત પવાર 40 ધારાસભ્યો સાથે ભાજપ અને શિવસેના (શિંદે)ના નેતૃત્વવાળી સરકારમાં જોડાયા હતા. આ પછી તેણે NCPમાં દાવો કર્યો. આ પછી ચૂંટણી પંચે સુનાવણી હાથ ધરી હતી. પંચે પાર્ટીના બંધારણ અને બહુમતીના આધારે પોતાનો નિર્ણય આપ્યો છે.

  

શરદ પવારે કરી હતી NCPની સ્થાપના 


શરદ પવારે કોંગ્રેસથી અલગ થઈને 10 જૂન, 1999ના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. 24 વર્ષ જૂની પાર્ટીમાં ઘણા નેતાઓ આવ્યા અને પાર્ટી છોડીને જતા રહ્યા, પરંતુ શરદ પવારને પાર્ટીના મુખ્ય ચહેરા તરીકે યથાવત રહ્યા હતા. જો કે ગયા વર્ષે 2 જુલાઈએ સૌથી મોટા બળવાનો સામનો કરવો પડ્યો જ્યારે ભત્રીજો અજિત પવાર ભાજપ અને શિવસેના (શિંદે) સરકારમાં જોડાયા હતા. અજિત પવાર જૂથને વાસ્તવિક NCP જાહેર કર્યા પછી, શરદ પવાર સાથે હાજર નેતાઓએ અજિત જૂથના વ્હિપના આદેશનું પાલન કરવું પડશે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.