BREAKING: દિલ્હી CM અરવિંદ કેજરીવાલને EDનું પાંચમું સમન, દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-31 22:06:36

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ફરી એક વખત ઈડીએ સમન પાઠવ્યું છે. ઈડીએ કેજરીવાલની પૂછપરછ કરવા માટે પાંચમી વખત સમન મોકલ્યું છે. કેજરીવાલને 2 ફેબ્રુઆરીએ ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કેજરીવાલ પાસે આ વખતે તપાસ એજન્સી સમક્ષ હાજર થશે કે નહીં તે નક્કી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે. આ પહેલા ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમનને મુખ્યમંત્રી કેજરીવાલે બદલાની કાર્યવાહી ગણાવી હતી. આ અગાઉ ઈડીએ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર, અને 2 નવેમ્બરના રોજ દિલ્હી સીએમને સમન મોકલ્યું હતું. જો કે  તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોંતા.  


કેજરીવાલે ષડયંત્રનો લગાવ્યો છે આરોપ


દિલ્હીના સીએમ કેજરીવાલ અગાઉ 4 સમન્સની અવગણના કરી ચૂક્યા છે. કેજરીવાલે દર વખતે EDના સમન્સને ગેરકાયદે ગણાવીને અવગણ્યા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે. કેજરીવાલે પોતે સમય પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ખોટા કેસમાં તેમની ધરપકડ થઈ શકે છે.


AAPના આ 3 મોટા નેતાની થઈ છે ધરપકડ


અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવવામાં આવેલા કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા એક વર્ષથી તિહાર જેલમાં બંધ છે, જ્યારે રાજ્યસભાના સાંસદ સંજય સિંહની પણ ગયા વર્ષે ઓક્ટોબરમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પણ ન્યાયિક કસ્ટડીમાં છે. સિસોદિયા અને સિંહ પહેલા આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયરની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેઓ સ્વાસ્થ્યના કારણોસર બે સપ્તાહ માટે વચગાળાના જામીન પર બહાર છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?