આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થવાના છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા. ત્યારે આજે પોલીસ સમક્ષ આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. પોલીસ સમક્ષ હાજર થતા જ ગમે ત્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ શકે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ડેડિયાપાડા આવી પહોંચ્યા છે. 10 વાગ્યે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે.
ચૈતર વસાવા ગમે ત્યારે પોલીસ સમક્ષ થશે હાજર!
ગઈકાલથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે. આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું. એની ચર્ચાઓ હજી સુધી શાંત નથી થઈ ત્યારે તો આજે આપના બીજા ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં વનકર્મીને ધમકાવવા બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવી. પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા ફરાર છે. ચૈતર વસાવાના પત્નીની પોલીસે ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજે ગમે ત્યારે પોલીસ સમક્ષ હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. ચૈતર વસાવાના સમર્થનમાં આપના નેતાઓએ અભિયાન શરૂ કર્યું હતું હું પણ ચૈતર વસાવા.
લોકસભા ચૂંટણી લડશે ચૈતર વસાવા!
ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ જાહેરાત કરી છે કે ચૈતર વસાવા તે લોકસભા ચૂંટણી લડશે. ચૈતર વસાવાને સાંસદ બનાવવા માટે આપના નેતાઓ ઘર ઘર જઈ ચૈતર વસાવા વતી પ્રચાર કરશે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ જાહેરાત કરી હતી. મહત્વનું છે કે આગોતરા જામીન માટે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ તે અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યારે આજે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે.