AAPમાં ભંગાણ , આપના કાર્યકર્તા ભાજપમાં જોડાયા !!!


  • Published By :
  • Published Date : 2022-10-23 20:09:59



ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ દરેક પક્ષો પોતાની  તૈયારીયો કરી રહ્યા છે અને હવે પક્ષ પલટાનો દોર પણ ચાલી રહ્યો છે રોજ નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષપલ્ટો કરી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતની ચૂંટણીમાં તમામ બેઠકો પર લડવા ઉતરી રહેલી આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. જુનાગઢના વિસાવદરમાં AAP પ્રમુખ સહિતના કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ ગયા હતા.


વિસાવદરમાં આપના કાર્યકર્તા ભાજપમાં જોડાયા 

વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરોએ આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. તમામે જિલ્લા કાર્યાલય ખાતે અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાના હસ્તે કેસરિયો ખેસ પહેરી વિધિવત વિકાસયાત્રામાં જોડાયા હતા, જેમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અનિલભાઈ માલવયા, યુવા પ્રમુખ આશુતોષભાઈ રીબડીયા, યુવા ઉપપ્રમુખ દેવેનભાઈ સાવલિયા ભાજપમાં જોડાઈ ગયા.


આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને હોય તેવું લાગી રહિયું છે ત્યારે જેમ આપના નેતાઓ ભાજપમાં જોડાયા એટલે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું હોય તેવી સ્થિત થઈ છે મોટી સંખ્યામાં આપના આગેવાનો ભાજપમાં જોડાયા છે 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?