ગુજરાતના લોકોને કેનેડામાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના યુવાનો સ્ટુડન્ટ વીઝા કે પછી વર્ક પરમીટ દ્વારા કેનેડા જવા માટે તલપાપડ રહેતા હોય છે. કેનેડામાં બધી મોજ જ મોજ છે તેવી એક સમાન્ય માન્યતા ઘર કરી ગઈ છે જો કે તેવું હકીકતમાં છે નહીં. કેનેડામાં પણ વૈશ્વિક મંદીની અસર જોવા મળી રહી છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને નોકરીના ફાંફા પડી રહ્યા છે. હાલ સોશિયલ મિડીયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેનેડાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ એક સુપરમાર્કેટમાં નોકરી માટે લાઈનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે.
કેનેડાના બ્રેમ્પટન સીટીનો વીડિયો વાયરલ
કેનેડાના બ્રેમ્પટન સીટીમાં તાજેતરમાં લેવામાં આવેલી એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી કારણ કે તેમાં સ્થાનિક સુપરમાર્કેટમાં નોકરીમાં જોબ ફેરમાં નોકરી મેળવવા માટે લોકોની મોટી ભીડ જોવા મળી હતી. @BramaleaRd દ્વારા અપલોડ કરવામાં આવેલ આ વિડિયોમાં નોકરી માટે લાઈન લગાવતા સેંકડો જોવા મળે છે. આ જોબ ફેરમાં કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે તે જાણવા ઉત્સુકતા ધરાવતા હતા, તેમજ નોકરીવાંચ્છુંઓને કેટલાય કલાક રાહ જોવાની ફરજ પડી હતી.જેમાંથી ઘણા ભારતીય વિદ્યાર્થીઓ છે, બોવેર્ડ ડ્રાઈવ ઈસ્ટ અને માઉન્ટેનશ રોડ નજીકના ફોર્ટિનોસ સુપરમાર્કેટની બહાર લાઇન બતાવે છે કે કેનેડામાં કેટલી હદે બેકારી છે. બ્રેમ્પટન સીટી ઓન્ટારિયોના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં આવેલું કેનેડાનું શહેર છે.
સોશિયલ મીડિયામાં કોમેન્ટનો મારો થયો
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. કેનેડામાં નોકરીની અછત સર્જાતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ વીડિયોમાં યુવક-યુવતીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડામાં જોબ ફેરમાં યુવક-યુવતીઓની લાંબી લાઈન લાગેલી છે. સુપરમાર્કેટમાં નોકરી મેળવવા માટે યુવક-યુવતીઓની લાંબી લાઈન લાગેલી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ક્લિપને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ચોંકાવનારી પ્રતિક્રિયાઓ આવી રહી છે, જેમાં ઘણા ઉત્તરદાતાઓએ કેનેડામાં વધતી બેરોજગારી, GTA માં રહેઠાણ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.