ખોડિયાર માતાજી અંગેના નિવેદન બાદ વિવાદ વકરતા બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ અંતે માફી માગી, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-09-15 17:43:27

સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને મુદ્દે સ્વામીનારાયણ સંપ્રદાય અને સનાતની સંતો વચ્ચે શરૂ થયેલો વિવાદ સરકારની મધ્યસ્થા બાદ થાળે પડ્યો હતો. જો કે  ત્યાર બાદ સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ જોગમાયા ખોડિયાર માતાજી અંગે વિવાદાસ્પાદ નિવેદન આપતાં મામલો વધુ વણસ્યો હતો અને ભક્તો તેમજ સનાતની સંતોમાં રોષ જોવા મળ્યો હતો. બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીનો વીડિયો વાયુ વેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અનેક સમાજના આગેવાનો અને સાધુ સંતોએ આકરા શબ્દોમાં તેમની ઝાટકણી કાઢી અને માફીની માગ કરી હતી. જો કે આજે બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ એક વીડિયોના માધ્યમથી લોકોની માફી માગી હતી.


બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ શું નિવેદન આપ્યું? 


બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ નિવેદન આપતાં કહ્યું હતું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નહોતો. તેમણે વીડિયોના માધ્યમથી કહ્યું હતું કે,  શ્રી ખોડિયાર માતાજી અને એમાં આસ્થા ધરાવતા ધર્મપ્રેમી સજ્જન ભક્તો તથા ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ તથા ખોડિયાર માતાજીનાં મંદિરો, સંસ્થાઓ તથા તમામને વિનંતી સહ જણાવવાનુ કે મારો આશય કોઈની ધાર્મિક લાગણી ખંડન કરવાનો નહોતો છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું દિલગીરી સાથે હાથ જોડીને ક્ષમાયાચના ચાહું છું અને ફરી વખત આનું પુનરાવર્તન નહીં થાય એની ખાતરી આપું છું.


શા માટે મામલો વણસ્યો હતો?


બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેમણે બફાટ કર્યો હતો કે ખોડિયાર માતાજીને કુળદેવી કહેવાની જરૂર નથી. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા. બ્રહ્મસ્વરૂપદાસના આ નિવેદન બાદ ભક્તો અને વિવિધ સમાજ રોષે ભરાયા હતાં.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?