ભારતીય એરફોર્સે ગુરવારે બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલના નવા રેન્જ વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું હતું. IAFએ બંગાળની ખાડીમાં એક Su-30 MKI એરક્રાફ્ટ પરથી એક જહાજના ટારગેટ અચુક નિશાન સાધીને નષ્ટ કર્યું હતું. IAFએ ટ્વીટ કરીને કરીને માહિતી આપી હતી.
The IAF successfully fired the Extended Range Version of the Brahmos Air Launched missile. Carrying out a precision strike against a Ship target from a Su-30 MKI aircraft in the Bay of Bengal region, the missile achieved the desired mission objectives. pic.twitter.com/fiLX48ilhv
— Indian Air Force (@IAF_MCC) December 29, 2022
બ્રહ્મોસ સુપરસોનિક કેટલી મહત્વની?
The IAF successfully fired the Extended Range Version of the Brahmos Air Launched missile. Carrying out a precision strike against a Ship target from a Su-30 MKI aircraft in the Bay of Bengal region, the missile achieved the desired mission objectives. pic.twitter.com/fiLX48ilhv
— Indian Air Force (@IAF_MCC) December 29, 2022દેશની અત્યાધુનિક અને સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ એરોસ્પેસનું નિર્માણ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલ સબમરિનો, યુધ્ધ જહાજો, એરક્રાફ્ટ કે જમીન પરના પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. આ બ્રહ્મોસ મિસાઈલ 2.8 મેક અથવા અવાજની ગતિથી લગભગ ત્રણ ગણી વધુ ઝડપથી નિશાનને ભેદી શકે છે. આ મિસાઈલ ભારતીય એરફોર્સને સ્ટ્રેટેજીકલી વધુ મજબુત બનાવશે અને ભવિષ્યમાં યુધ્ધના મેદાન પર દુશ્મનને હરાવવામાં મોટું યોગદાન આપશે. ભારતીય વાયુસેનાએ ગુરુવારે જે આ બ્રહ્મોસ એર લોંચ મિસાઈલના અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું, તે 400 કિમીની રેન્જમાં કોઈપણ લક્ષ્યને નષ્ટ કરવામાં સક્ષમ છે. સંરક્ષણ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મિસાઇલનું પરીક્ષણ સુખોઇ Su-30 MKI ફાઇટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું હતું.