લોકસભા ચૂંટણી પહેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે. પરંતુ સૌથી વધારે ધ્યાન સમાજ પર, જ્ઞાતિ સહિતના મુદ્દાઓ પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે.. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગર ખાતે વિવિધ સમાજોની બેઠક થઈ રહી છે.. ત્યારે આજે ગાંધીનગર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર 16 ખાતે આવેલા સ્વામી સચ્ચિદાનંદ બ્રહ્મ ભવન ખાતે આ બેઠક મળવાની છે જેમાં સમાજને લગતા અનેક વિષયો પર ચર્ચા થવાની છે. શિક્ષણ, સંસ્કાર, સેવા તેમજ સંગઠન આગળ વધે તે હેતુથી આ બેઠક મળવાની છે. ઉચ્ચ શિક્ષણ, રોજગાર તથા સામાજિક સેવા સાથે સંગઠન વધુ મજબૂત બને તે માટે ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ આશ્રય સાથે આજે બેઠક થવાની છે જેમાં બ્રહ્મ સમાજના લોકો આવે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે.


બ્રહ્મ પરિવારને બેઠકમાં ઉપસ્થિત રહેવા આહ્વાન
ગાંધીનગર ખાતે બ્રહ્મચોર્યાશી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં શિક્ષણ, સંસ્કાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠકમાં બ્રહ્મ સમાજની બેઠકમાં સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા, માંથી બ્રહ્મ પરિવારો પધારે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે. મહત્વનું છે લોકસભા ચૂંટણી પહેલા અનેક સમાજોની બેઠકો થઈ રહી છે. અનેક સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

