બોયકોટ ટ્રેન્ડ વચ્ચે બ્રહ્માસ્ત્રે કરી ધૂમ કમાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 13:11:04

બોલિવુડમાં જ્યાં એક તરફ બોયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો બીજી બાજુ આલિયા-રણવીરની બ્રહ્માસ્ત્ર બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. બીજા વિકેન્ડ પર પણ બ્રહ્માસ્ત્ર સારી કમાણી કરી  કરી રહ્યું છે. આલિયા રણવીરની જોડીએ ભૂલ ભૂલૈયા 2નો રેકોર્ડ તોડી દીધો છે. 2 અઠવાડીયાનો સમય વિત્યા બાદ પણ દર્શકો બ્રહ્માસ્ત્રને જોવાનું પસંદ કરી રહ્યા છે.


બ્રહ્માસ્ત્રનું બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન

2022 શરૂ થતાં જ બોલિવુડમાં બોયકોટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે બ્રહ્માસ્ત્ર સારી કમાણી કરી બોક્સ ઓફિસમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. આ ફિલ્મને લઈને પણ અનેક વિવાદ સર્જાયા હતા પરંતુ તે છતાં પણ લોકોએ આલિયા અને રણવીરની જોડીને બોક્સ ઓફિસ પર પસંદ કરી છે. પહેલા દિવસ થીજ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સારી કમાણી કરી રહ્યું છે. ભારતમાં આ ફિલ્મે 200 કરોડનું કલેક્શન કરી દીધું છે જ્યારે વિશ્વભરમાં આ આંક 300 કરોડને પાર પહોંચી ગયો છે. 

Ranbir Kapoor-Alia Bhatt make fans go 'OMG' as new 'Brahmastra' still  surfaces online | Bollywood News


ભૂલ ભૂલૈયા 2નો તોડ્યો રેકોર્ડ

200 કરોડના કમાણી કરી લેતા આ ફિલ્મે ભૂલ ભૂલૈયા 2 ના રેકોર્ડને પણ બ્રેક કર્યો છે. ભૂલ ભુલૈયા 2 ફિલ્મે 198 કરોડ રૂપિયાની કમાણી કરી હતા જ્યારે બ્રહ્માસ્ત્રની કમાણી 200 કરોડને પાર થવા જઈ રહી છે ઉપરાંત હજુ પણ દર્શકો આ ફિલ્મને જોવાનું પસંદ કરી રહ્યા છે. અનેેક એક્સપર્ટની આશા કરતા બ્રહ્માસ્ત્રે બોક્સઓફિસમાં સારી કમાણી કરી છે.  

Bhool Bhulaiyaa 2 Highlights: Kartik Aaryan, Kiara Advani's film releases,  see review, BO prediction & more | PINKVILLA

અનેક ફિલ્મોએ કર્યો છે બોયકોટ ટ્રેન્ડનો સામનો 

2022માં દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો દર્શકો બોયકોટ કરી રહ્યા છે. આમિર ખાનની લાલ સિંહ ચડ્ડા, અક્ષય કુમારની રક્ષાબંધન સહિત અનેક ફિલ્મોએ બોયકોટનો સામનો કરવો પડ્યો છે. ત્યારે બ્રહ્માસ્ત્રને લઈને પણ અનેક વિવાદ સર્જાયા હતા જેને લઈ લાગતું હતું કે આ ફિલ્મને પણ લોકો જોવાનું પસંદ નહીં કરે પરંતુ લોકોએ આલિયા અને રણવીરની જોડીને પસંદ કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?