લ્યો બોલો, રાજ્યમાં છેલ્લા 20 વર્ષથી BPL યાદી અંગે કોઈ સર્વે જ થયો નથી, સરકારે વિધાનસભામાં આપી માહિતી


  • Published By :
  • Published Date : 2023-03-21 21:12:22

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે, આ સત્રના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમીત ચાવડાએ રાજ્ય સરકારને બીપીએલ યાદી માટેના સર્વે બાબતે સવાલ કર્યા હતો. અમીત ચાવડાએ ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીને ઉદ્દેશીને આ સવાલ કર્યો હતો.


BPL યાદી માટે છેલ્લે સર્વે ક્યારે કરાયો?


ધારાસભ્ય અમીત ચાવડાએ સવાલ કર્યો કે વર્તમાન સ્થિતીએ રાજ્યમાં છેલ્લે બીપીએલ યાદી માટે સર્વે ક્યારે કરવામાં આવ્યો હતો, તે ઉપરાંત બે પેટા સવાલો પણ પૂછ્યા હતા. જેમ કે હાલની સ્થિતીએ 0થી 20 સ્કોર ધરાવતા કેટલા બીપીએલ પરિવારો છે, તથા કઈ યોજનાનો લાભ મેળવવા માટે બીપીએલ યાદીનો સ્કોર 0થી 20માં હોવો જરૂરી છે? . તેમણે સરકારને તે સવાલ પણ કર્યો કે બીપીએલ યાદી માટે સરકાર નવો સર્વે ક્યારે શરૂ કરશે?    


સરકારે આપ્યા આ જવાબ


અમીત ચાવડાના સવાલનો જવાબ આપતા ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લે બીપીએલ યાદીનો સર્વે વર્ષ 2002-03માં કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં રાજ્યમાં 0થી 20ની સંખ્યા ધરાવતા બીપીએલ પરિવારોની સંખ્યા કુલ 31,67,211 છે. બીપીએલ લાભાર્થીઓને સરકારના વિવિધ વિભાગો જેવા કે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આદિજાતી વિકાસ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ ચાલતી યોજનાઓના લાભો નિયમોનુસાર આપવામાં આવે છે. જો કે હવે નવી બીપીએલ યાદી ક્યારે શરૂ તે અંગે મંત્રીએ કોઈ સ્પષ્ટતા કરી નહોતી. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...