Social Media પર ટ્રેન્ડ થયું #Boycott TMKOC, દયા ભાભીની રાહ જોઈ રહેલા દર્શકોને મળી નિરાશા..!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-03 11:47:18

સોની સબ પર આવતો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. અનેક વખત પોઝિટિવ વસ્તુઓને લઈ આ શો ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે નેગેટિવ # સાથે આ સિરિયલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. શોમાં ઘણા વર્ષોથી દયા ટપ્પુ કે પાપા ગઢા એટલે કે દયા ભાભીની રાહ જોવાઈ રહી હતી. અનેક વખત દયા ભાભી પાછા ગોકુલધામ આવી રહ્યા છે તેવી ચર્ચાઓ થઈ હતી. છેલ્લા ઘણા સમયથી આ શો દયાભાભી વગર ચાલતો હતો ત્યારે થોડા સમય પહેલા સિરિયલમાં એવો માહોલ બનાવવામાં આવ્યો કે દયા ભાભી આ દિવાળીએ ગોકુલધામ પાછા આવી રહ્યા છે,. પરંતુ ફરીથી આ વખતે દર્શકોને નિરાશા મળી. ત્યારે સોશિયલ મીડિયા પર બોયકોટ TMKOC ટ્રેન્ડ થઈ રહ્યું છે. 


દયાભાભી ક્યારે પાછા આવશે તે અંગે અનેક વખત પૂછાયા છે પ્રશ્નો! 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને ઘણા વર્ષોથી દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. લાખો લોકો હશે જે આ શોના દિવાના છે. એક એવી જનરેશન છે જે  આ શોને જોઈ મોટી થઈ છે. આજે પણ અનેક દર્શકો આ શો જોતા હોય છે પરંતુ જુના શો. એ એપિસોડ જેમાં દયાભાભીનું પાત્ર હોય. અનેક વર્ષોથી શોમાં દયા ભાભીનું પાત્ર નથી. દયાભાભીના પાત્રને દર્શકો યાદ કરી રહ્યા છે. દયાભાભી ક્યારે પાછા આવશે તેવા પ્રશ્નો અનેક વખત આશિત કુમાર મોદીને પૂછવામાં આવ્યું પરંતુ એવો જવાબ આપવામાં આવતો કે ટૂંક સમયમાં તે પાછા શોમાં આવશે. 



જેઠાલાલાના વીડિયો સાથે લોકો કરી રહ્યા છે ટ્વિટ

આવા સમાચાર મળતા દર્શકોમાં પણ ઉત્સાહ જોવા મળતો હતો કે દયાભાભી પાછા આવી રહ્યા છે. આ આશા સાથે દર્શકો શોને જોઈ રહ્યા હતા. પરંતુ ફરી એક વખત દર્શકોની આશા તૂટી છે. દયાભાભીનું પાત્ર ન આવતા સોશિયલ મીડિયા પર દર્શકોને ગુસ્સો તૂટી પડ્યો છે. શોને બોયકોટ કરવાની વાત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. અનેક ટ્વિટ આ # સાથે કરવામાં આવ્યા છે. આ # સાથે જેઠાલાલનો વીડિયો મુકવામાં આવ્યો છે જેમાં જેઠાલાલ રડી રહ્યા છે. ત્યારે આ #ને કારણે શોની લોકપ્રિયતા પર શું અસર થશે તેના પર એક પ્રશ્ન છે...         



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?