ગુજરાતની સરકારી ઈજનેર કોલેજના અધ્યાપકોએ પડતર પ્રશ્નોના ઉકેલની માગણી મામલે બિન શૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર કર્યો છે. અધ્યાપકોના જૂના પ્રશ્નોના નિરાકરણ ના આવતા 12 સપ્ટેમ્બરે આંદોલનની જાહેરાત કરી હતી.
શા માટે આંદોલન થઈ રહ્યું છે?
ગુજરાતની સરકારી ઈજનેર કોલેજ અને પોલિટેક્નિકના અધ્યાપકો મહેકમ વિભાગ, એકાઉન્ટ અને હોસ્ટેલ સહિતના કામગીરીનો બહિષ્કાર કર્યો છે. અધ્યાપકોનું કહેવું છે કે તેમનું કામ અલગ છે છતાં તેમના બિન શૈક્ષણિક કામગીરી આપવામાં આવે છે. આથી અધ્યાપકોએ વિરોધ નોંધાવ્યો છે.
અધ્યાપકો વિવિધ રીતે આંદોમન કરી રહ્યા છે
સરકારી ઈજનેરી અને પોલિટેક્નિકના અધ્યાપકો ઘણા દિવસોથી વિવિધ રીતે આંદોલન કરી રહ્યા છે. તેઓએ પહેલા કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો જેનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું. અગાઉ અધ્યાપકોએ તેઓએ કાળા કપડાં પહેરીને આંદોલન નોંધાવ્યું હતું પરંતુ સરકારના કાન સુધી તેમનો અવાજ નહોતો પહોંચ્યો. છેલ્લે તેમણે કંટાળીને વધારાની કામગીરી કરવાનો જ વિરોધ કરી દીધો છે.
શું છે અધ્યાપકોની માગણી?
અધ્યાપકોની માગણી છે કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળના પડતર લાભો, સહાયક અધ્યાપકમાંથી સહ અધ્યાપક તરીકે બઢતી, સ્વવિનંતીથી બદલી, એડહોક સેવાને સળંગ ગણવા સહિતના મુદ્દાઓ સાથે અધ્યાપકો વિરોધ નોંધાવી રહ્યા છે.