ભારતીય જનતા પાર્ટીએ બોરસદ નગરપાલિકા પરથી પોતાનો તાજ ઉતારવો પડ્યો છે. ભાજપના જ 14 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. અપક્ષ અને કોંગ્રેસના કુલ 35માંથી 16 સભ્યોએ અવિશ્વાસની પ્રસ્તાવના દાખલ કરી હતી. ભાજપે તાત્કાલિક રીતે 14 સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.
વ્હીપનો અનાદર કરતા ભાજપે હાંક્યા
બોરસદ નગરપાલિકા ભાજપ શાસિત હતી. આણંદ ભાજપ જિલ્લા સંગઠને બોરસદ નગરપાલિકાના ભાજપના 14 સભ્યોને વ્હીપ જાહેર કર્યું હતું. ભાજપના નગરપાલિકાના સભ્યોએ આણંદ જિલ્લા ભાજપના વ્હીપને નહીં માનતા ભાજપે 14 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. જેના કારણે ભાજપની સંખ્યા ઘટી ગઈ હતી અને કોંગ્રેસની બહુમતિ થઈ ગઈ હતી.
અવિશ્વાસનો મત ખોતા ભાજપ ઢળી પડી
ગઈકાલે નગરપાલિકાના કોંગ્રેસ સમર્થિત સભ્યોએ બોરસદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. પ્રમુખ આરતી પટેલ અને ઉપપ્રમુખ રણજિત પરમારે અવિશ્વાસનો મત ખોઈ બેઠા હતા. અવિશ્વાસનો મત ખોતા ભાજપને ઘર ભેગું થવું પડ્યું હતું.