ભારતની ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં જીત, રવીન્દ્ર જાડેજા ઝળક્યો, સીરીઝમાં 2-0થી લીડ મેળવી


  • Published By :
  • Published Date : 2023-02-19 15:14:55

ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે તેની હરિફ ટીમ ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવી દીધું છે. આ જીત સાથે જ ભારતીય ટીમે ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈંડિયાને જીત માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જો કે ભારતીય ટીમ રમતના ત્રીજા દિવસે જ ટી બ્રેક પહેલા સ્કોર સુધી પહોંચી ગઈ હતી. ભારત માટે બીજી ઈનિંગ્સમાં રોહિત શર્માએ 20 બોલમાં તોફાની 31 રન ફટકાર્યા હતા. જ્ચારે ચેતેશ્વર પુજારાએ પણ નોટઆઉટ 31 રનની મહત્વની ઈનિંગ્સ રમ્યો હતો. 


રવીન્દ્ર જાડેજાએ 7 વિકેટ લીધી 


ત્રીજા દિવસની ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયાએ 61 રન અને એક વિકેટના નુકસાન પર રમવાનું શરૂ કર્યું, પણ પછી ભારતના બોલરોના આક્રમણ સામે ઝાઝું ટકી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 113 રનમાં જ ટીમ પવેલીયન ભેગી થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના બીજા સેશનમાં રવીન્દ્ર જાડેજાએ જ 7 વિકેટ લીધી અને અશ્વિને 3 વિકેટ લીધી હતી.


ટીમ ઈન્ડિયાની બેટિંગ નિરાશાજનક?

 

ટીમ ઈન્ડિયાનના રવીન્દ્ર જાડેજા અને અશ્વિનની જોરદાર બોલિંગ કારણે ટીમ ઈન્ડિયાને માત્ર 115 રનનું જ લક્ષ્ય મળ્યું હતું. જોકે ટીમ ઈન્ડિયાની બેટિંગની શરૂઆત તો ખરાબ જ થઈ હતી, રાહુલ તો માત્ર એક જ રન બનાવી શક્યો. રોહિત શર્માએ સારી ઈનિંગ રમી પણ 31 રનમાં જ આઉટ થઈ ગયા. બાદમાં 21 પર વિરાટ કોહલી અને 12 રને શ્રેયસ અય્યર પણ ચાલતો થઈ ગયો. પૂજારાએ 31 રન જ્યારે KS ભરતે 23 રન કરીને ભારતને જીત અપાવી હતી.


સીરીઝમાં ભારતની 2-0ની લીડ 


ભારતના નાગપુર બાદ દિલ્હી ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે. ભારતે આ ટેસ્ટ 3 દિવસમાં જ જીતી લીધી. તેની સાથે જ ભારતે 4 ટેસ્ટની સીરીઝમાં 2-0ની લીડ મેળવી હતી. ભારતે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ભારતે 4 વિકેટ ખોઈને પ્રાપ્ત કરી લીધો હતો. ચેતેશ્વર પુજારાએ નોટઆઉટ 31 રન ફટકાર્યા હતા.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..