સરહદી વિસ્તારના વાવ થરાદ અને સૂઇગામ તાલુકામાં લાંબા સમયની રાહ જોયા બાદ આવેલ વરસાદે ખેડૂતોને નુકશાનના ઘેરામાં લાવી દીધા છે બાજરી અને જુવારના કાપણી કરેલ પાક ઉપર વરસાદ પડતાં ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આ વિસ્તારમાં જગતનો તાત ચાલુ વરસાદે પણ પાણીમા તરી રહેલ પાકને વીણવા મજબૂર
બનાસકાંઠા જિલ્લામાં વાવ ,થરાદ સૂઇગામ જેવા અનેક તાલુકાના ગામડાઓમાં દોઢ મહિનાના લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં ગાજ વીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે જેને લઇ ખેડૂતો અને પશુપાલકો સહિત જિલ્લા વાસીઓમા ખુશી જોવા મળી પરંતુ ચોમાસુ પાક તૈયાર થઈ ગયા ઉપર વરસાદ વરસતા ધરતીપુત્રોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કાપણી કરેલા બાજરીના પાક ઉપર વરસાદ પડતાં બાજરી અને ઘાસચારો નષ્ટ થવાની શક્યતા વચ્ચે કુદરત સામે લાચાર બનેલા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.જિલ્લામાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદે વિરામ લઇ લીધો હતો જેના કારણે પાકને પૂરતું પાણી નહિ મળતા પાક મુરઝાઈ ગયો હતો જેને કારણે ખેડૂતોએ પાકની કાપણી કરવાનું ચાલુ કર્યું હતું અને કાપણી કર્યા બાદ વરસાદનું આગમન થતાં ઘાસચારો અને બાજરીના પાકને મોટું નુકસાન પહોચ્યું છે.જેને લઇ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.