રાજ્યમાં બુટલેગરો બેફામ, સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પોલીસ કાફલા પર હુમલો, PSI ગંભીર રીતે ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-05 20:53:36

ગુજરાતમાં બુટલેગરોને જાણે કાયદાનો ભય જ રહ્યો નથી, બુટલેગરો એટલા બેફામ થયા છે કે પોલીસ પર પણ હુમલાઓ કરે છે. સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામમાં પોલીસ પર હુમલાની ઘટના બની છે. ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનના PSI પર જીવલેણ હુમલો થતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનની ટીમ બુટલેગરને પકડવા ગઈ હતી તે દરમિયાન હુમલાની ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ધોળે દિવસે પોલીસ પર હુમલો થતાં ચકચાર મચી ગઈ છે.


તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

 

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના જેનાબાદ ગામેથી જાલમસિંહ નામના આરોપીને પકડીને પોલીસનો કાફલો પરત ફરી રહ્યો હતો ત્યારે ઝીંઝુવાડા ગામના ચોકમાં આરોપીના સાગરીતે પોલીસ પર હુમલો કર્યો હતો. જાલમસિંહ નામના આરોપી સામે લૂંટ, દારૂ, મારામારી સહિતના  અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. દારૂના કેસમાં છેલ્લા ઘણા સમયથી આરોપી વોન્ટેડ હતો. ટોળાએ છરી સહિતના તીક્ષ્ણ હથિયાર વડે PSI કે.વી. ડાંગરને છાતીમાં છરીના ઘા માર્યાની માહિતી મળી રહી છે. PSIને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. PSI સાથે અન્ય એક પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હતી. બીજી તરફ ઘટનાના પગલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ પર આ રીતે ખુલ્લેઆમ હુમલો થતા DYSP, SOG અને LCB સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.


ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો રવાના


ઝીંઝુવાડા ગામમાં PSI સહિતના પોલીસ કાફલા પર હુમલો કરી આરોપીઓ પોતાની કાર લઈ નાસી છૂટતાં સુરેન્દ્રનગરની પોલીસે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો રવાના થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. હાલ તો બુટલેગર પોલીસ પર હુમલો કરી ફરાર થઇ ગયો છે. બુટલેગરો અને બેફામ બનેલા અસામાજિક તત્વોને કારણે સામાન્ય નાગરિકો પણ પરેશાન છે હાલ પંથકમાં અજંપાભરી સ્થિતી પ્રવર્તી રહી છે.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..