Ahmedabadમાં બુટલેગરો બન્યા બેફામ! ક્યાંક પોલીસકર્મી અકસ્માત સર્જે છે તો ક્યાંક પોલીસકર્મીનું થાય છે મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-24 13:49:22

જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ દારૂ પીને નીકળે અથવા દારૂ સાથે પકડાય તો તેની સાથે પોલીસ કેવું વર્તન કરતી હોય છે તમને બધાને ખબર છે કેસ થાય અથવા તો પછી કેશ આપવા પડે તેવા કિસ્સાઓ પણ ઘણા સામે આવ્યા છે. નિયમો બધા માટે સરખા હોય છે પંરતુ જયારે કોઈ પોલીસ નિયમ તોડે ત્યારે ત્યારે તેની ગંભીરતા વધી જતી હોય છે. તેવું જ કંઈક અમદાવાદમાં ફરીએકવાર થયું છે. પોલીસે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. બીજી એક ઘટના પણ બુટલેગરની સામે આવી છે જેમાં પોલીસકર્મીનું મોત બુટલેગરની ગાડીથી અથડાતા થયું છે. 

News18 Gujarati


પોલીસકર્મી જ જો અકસ્માત સર્જે તો?  

અમદાવાદ માલદાર નબીરાઓ દારૂ પીને અકસ્માત સર્જે તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ અકસ્માતની ઘટનાઓ રોકવા પોલીસ વિભાગ સક્રિય થતું હોય છે, પરંતુ ક્યારેક પોલીસ કર્મી જ અકસ્માત સર્જે ત્યારે નાગરિકોમાં શેનો માહોલ બની જાય છે? અમદાવાદના નંવરગંપુરામાં એક પોલીસ કર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિકોએ ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. જ્યાં તપાસ કરતા પોલીસકર્મીની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.

News18 Gujarati

આવી ઘટનાઓ પહેલી વખત ગુજરાતમાં નથી બની

હવે મારે એ વાત તો કરવી જ નથી કે આ ગુજરાત છે અને ગુજરાતમાં દારૂબંધી છે. આ વાતો બહુ થઇ કારણ કે આ બધી વાતોથી આંખે પાટા પહેરીને ફરતા પોલીસ કે નેતાઓને કંઈજ ફર્ક નથી પડતો. પોલીસ કર્મચારી દારૂ પીને નીકળ્યો હોય અને અકસ્માત કર્યો હોય આવી ઘટના અમદાવાદમાં કોઈ પહેલી વાર નથી બની.. પણ એ તો પોલીસ વાળા ભાઈ હતા. ગાડીમાં દારૂની બોટલ પડેલી હતી..ગાડીના ડેશબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ મુકેલી હતી કદાચ ગાડીમાં ડંડો પણ હશે. આ જોઈને કોઈ વ્યક્તિ સાહેબને થોડી કઈ બોલવાનું. પોલીસ પણ પોલીસ છે એમ કહીને ભલામણ રાખતી હોય છે. 

ચિક્કાર દારૂ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારી!  ASIનું મોત, બુટલેગર ફરાર

એક વોટથી આખેઆખું સિંહાસન હલી જાય છે!

ત્યારે આવા લોકો બેફામ બની જતા હોય છે. જાણે કોઈનો ડર જ ના હોય એમ એ ભાઈ કહે છે કે થાય એ કરી લો..મને કોઈ વાંધો નથી..પણ બોસ આ પબ્લિક છે એ ધારે ને તો બહુ બધું કરી શકે છે. માત્ર એક વોટથી આખે આખા સિંહાસનો ઉખાડી ફેંકી દેવાની તાકાત રાખે છે. તમે એ ના ભૂલો કે અમે વાતે વાતે જે બધી વસ્તુઓમાં ટેક્ષ આપીયે છીએ ને એ ટેક્ષના રૂપિયામાંથી તમને પગાર મળે છે. તમે પોલીસ છો એટલા માટે તમારી જવાબદારી વધી જાય છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?