UPમાં થયું બૂથ કેપ્ચરિંગ? Social Media પર વીડિયો થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ 8 વખત કરે છે મતદાન, જાણો આ મામલે શું લેવાયા પગલા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-20 16:57:20

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થયું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું પરંતુ તેના પછી એક વીડિયો દાહોદથી સામે આવ્યો જેમાં એક વ્યક્તિએ બૂથ કેપ્ચરિંગ કર્યું હતું.. મતદાતાની બદલીમાં તેણે જાતે મતદાન કર્યું. ફરીથી આ જગ્યા પર મતદાન થયું. ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

8 વખત એક વ્યક્તિ કરે છે મતદાન 

સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતા વીડિયો, કરવામાં આવતા લાઈવ અનેક વખત રાઝ ખોલી દેતા હોય છે.. દાહોદમાં પણ જ્યારે બોગસ મતદાન થયું હતું ત્યારે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા લાઈવે આ વાત તંત્ર સમક્ષ રજૂ કર્યું હતું. ઈલેક્શન કમિશનની કામગીરી પર જાણે થપ્પડ વાગ્યો હોય તેવું હતું. ત્યારે વધુ એક બોગસ મતદાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ઉત્તર પ્રદેશનો છે. ગઈકાલથી વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો આ યુવાન પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે.


આ વીડિયો વાયરલ થયા બાદ ઉઠ્યા અનેક સવાલ 

ઇલેક્શન કમિશનના મોઢા પર આ થપ્પડ છે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ તેમના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર કથિત વીડિયો શેર કરીને સવાલો ઉભા કર્યા છે. જે બાદ ચૂંટણી પંચે આ મામલાની નોંધ લીધી હતી અને કાર્યવાહી માટે સૂચના આપી હતી. ઇટાહ જિલ્લાના નયાગાંવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ કહ્યું કે વીડિયોમાં અનેક વખત મતદાન કરતા જોવા મળેલા યુવકની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. 



આ મામલે થઈ એફઆઈઆર અને થઈ તે વ્યક્તિની ધરપકડ  

આ સાથે, મતદાન પક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવા અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ છે અનિલ નિહ જે ખીરિયા પમારાન ગામનો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ વીડિયો પર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે "જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું થયું છે, તો તેણે કંઈક પગલાં લેવા જોઈએ, નહીં તો..." તેમણે એમ પણ કહ્યું, "ભાજપની બૂથ સમિતિ વાસ્તવમાં લૂંટ સમિતિ છે." મહત્વનું છે કે જ્યારે આ પ્રકારના વીડિયો સામે આવે છે ત્યારે અનેક સવાલો ઉઠતા હોય છે.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?