સ્ટેન્ડિંગ કમિટીએ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલ માટે નિર્ણય લીધો છે. જે અંતર્ગત સાત ઝોનમાં આવેલા 60થી વધુ પાર્ટી પ્લોટને 2 શિફ્ટમાં વહેંચી દેવામાં આવ્યા છે. કોમ્યુનિટી હોલમાં બર્થ-ડે પાર્ટી, કિટી પાર્ટી જેવા પ્રસંગો કરી શકાશે. 6 કલાકના સમય માટે 50 ટકા ભાડું અને સો ટકા ડિપોઝીટ આપવાની રહેશે. નજીકના સિવિક સેન્ટર પર જઈ આનું બુકિંગ કરી શકાશે. પરંતુ આ સમય દરમિયાન જમણવાર યોજી શકાશે નહીં.
પાર્ટ ટાઈમ માટે મેળવી શકાશે કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ
બે શીફ્ટ થવાથી સવારે આઠથી બપોરના 2 વાગ્યા સુધી તેમજ સાંજના 4 થી રાતના 10 વાગ્યા સુધી હોલ પાર્ટ ટાઈમ મેળવી શકાશે. આ નિર્ણય થવાથી ઓડીટોરીયમ હોલ, પિકનીક હાઉસ અને પાર્ટી પ્લોટ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલ આખા દિવસને બદલે છ કલાક પણ વાપરી શકાશે. બર્થ-ડે પાર્ટી,કિટી પાર્ટી જેવા પ્રસંગ માટે જે હાલમાં હોલનું ભાડુ છે તેનાથી 50 ટકા ભાડુ લેવામાં આવશે. ઉપરાંત વહીવટી અને સફાઈ ચાર્જ જે હાલમાં છે તે જ પ્રમાણે વસુલવામાં આવશે. બે શીફ્ટ થવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં પણ વધારો થશે.