બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે કોઈ યુવતીનો હાથ પકડીને પ્રેમનો ઈજહાર કરવો તે છેડતી નથી. હાઈકોર્ટે આરોપીના જામીન મંજુર કરતા આ ટિપ્પણી કરી છે. બોંમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં જસ્ટીસ ભારતી ડાંગરની સિંગલ બેંચે તેમના આદેશમાં કહ્યું કે પિડીતાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આરોપીનો તે યુવતીના ઉત્પીડનનો કોઈ ઈરાદો નહોતો. આ સ્થિતીમાં હાઈકોર્ટે આરોપીને આગોતરા જામીન આપવાનો આદેશ કર્યો છે.
સમગ્ર મામલો શું છે?
વર્ષ 2022માં એક સગીરાના પિતાએ ઓટો ચાલક ધનરાજ બાબુ સિંહ રાઠૌર પર તેમની પુત્રીનું ઉત્પીડન કરવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તે સગીરા તેની ઓટોના બદલે બીજી ઓટોથી કોલેજ અને ટ્યુશન જવા લાગી હતી. જો કે ધનરાજે તેનો પીછો કર્યો હતો અને નવેમ્બર 2022માં આરોપીએ સગીરાનો હાથ પકડીને તેને પ્રપોઝ કર્યું હતું. જો કે સગીરા તેનો ઈન્કાર કરીને જેમ તેમ કરીને ઘરે પહોંચી હતી. બાદમાં તે યુવક પર યૌન ઉત્પિડનનો કેસ થયો હતો. જો કે હાઈકોર્ટે આજે તે યુવકને રાહત આપવાની સાથે તે યુવતીને ફરીથી હેરાન નહીં કરવાની પણ ચેતવણી આપી છે.