બોલિવુડની અનેક એવી ફિલ્મો છે જેને લઈ કાંતો રિલીઝ પહેલા વિવાદ છેડાયો છે અથવા તો ફિલ્મ રીલીજ થાય તે બાદ વિવાદ છેડાયો છે. અનેક એવી ફિલ્મો આવી છે જેની સાથે જાણે વિવાદો જોડાઈ જ ગયા હોય. તાજેતરનું જ ઉદાહરણ છે આદિપુરુષ ફિલ્મ અનેક એવી ફિલ્મો આવી રહી છે જે વિવાદો ઉભા કરી શકે છે. ત્યારે આવનાર સમયમાં એવી અનેક ફિલ્મો છે જેને લઈ વિવાદ છેડાઈ શકે છે. અનેક એવી ફિલ્મો છે જેનો વિવાદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હોય અથવા તો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. આવનાર દિવસોમાં એવી અનેક ફિલ્મો છે જેને લઈ વિવાદ છેડાઈ શકે છે.
હુરેં ફિલ્મના પ્રોડ્યુસર, ડાયરેક્ટર સામે થઈ ફરિયાદ
પહેલી ફિલ્મની વાત કરીએ તો એ છે 72 હુરેં. આંતકવાદ પર આધારિત 72 હુરેં નામની ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સામે મુંબઇના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.. મુંબઇના એક સામાજીક કાર્યકર્તા છે સૈયદ આરિફઅલી મહેમૂદ અલી તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.. આ FIRમાં તેમણે દાવો કર્યો છે કે આ ફિલ્મમાં મુસ્લિમ સમુદાયના લોકોની ખોટી છબિ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.. 72 હુરેં ફિલ્મના ડાયરેક્ટર છે સંજય પુરણ સિંહ અને તેના પ્રોડ્યુસર છે અશોક પંડિત આ બંને વ્યક્તિઓની ધરપકડ કરવાની માગ આ સામાજીક કાર્યકર્તાએ કરી છે.
થોડા સમય ફિલ્મનું ટ્રેલર થયું હતું રિલીઝ
હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેમાં એવું બતાવવામાં આવ્યું છે કે કઇ રીતે મુસ્લિમ યુવાનો કટ્ટરપંથીઓના સંપર્કમાં આવે છે, તેમને ભડકાવીને આતંકવાદ તરફ ધકેલવામાં આવે છે.. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. એક્ટર્સ પવન મલ્હોત્રા અને આમિર બશીર આ ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યા છે. 7 જુલાઇએ આ ફિલ્મ રિલીઝ થવાની છે .. આ પહેલા ધ કેરાલા સ્ટોરી અને ધ કાશ્મીર ફાઇલ્સ નામની 2 ફિલ્મો આવી હતી. જે આતંકવાદ પર આધારિત હતી અને વિવાદોમાં પણ ફસાઇ હતી.. હજુ આગળ પણ બોલીવુડમાં બીજી અનેક ફિલ્મો રિલીઝ થવાની છે જે આવતાવેંત જ વિવાદો ઉભા કરે તેવી શક્યતાઓ છે.. જોઇએ આ કઇ ફિલ્મો છે
આવી રહી છે કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી
બીજી ફિલ્મ છે કંગના રનૌતની ઇમરજન્સી, આ ફિલ્મ દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન પર બનેલી છે જેમાં કંગના રનૌતે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે..દેશના ઇતિહાસમાં ‘ઇમરજન્સી’ એક એવો સમયગાળો છે, જે હંમેશા વિવાદમાં રહ્યો છે. આ ફિલ્મમાં ઇમરજન્સીનો સમયગાળો બતાવવામાં આવ્યો છે 24 નવેમ્બરે રિલીઝ થશે.
બસ્તર ફિલ્મને લઈને પણ થઈ શકે છે વિવાદ
ત્રીજી ફિલ્મ છે બસ્તર. ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જે મેકર્સે બનાવી હતી તેઓ બસ્તર ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે.. આ ફિલ્મ છત્તીસગઢના દાંતેવાડામાં નક્સલવાદીઓએ સીઆરપીએફ જવાનો પર કરેલા હુમલાને દર્શાવશે. દાંતેવાડાના ચિતલનેર ગામમાં આતંકવાદીઓના સૌથી મોટા જીવલેણ હુમલામાં 76 સીઆરપીએફ સૈનિક અને 8 ગ્રામજનોના મોત થયા હતા.
કોરોના વેક્સિન અંગે પણ બનવાની છે ફિલ્મ
કેરાલા સ્ટોરીની જેમ ધ કાશ્મીર ફાઇલ્સના મેકર્સ પણ એક ફિલ્મને લઇને આવી રહ્યા છે.. અને આ ફિલ્મ કોરોના વેક્સીન પર આધારિત છે જેનું ટાઇટલ છે‘ધ વેક્સિન વોર’ તેમાં કોરોના વેક્સિનની રસી શોધવાની કહાણીને હાઇલાઇટ કરવામાં આવી છે. આ ફિલ્મને વિવેક અગ્નિહોત્રી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહી છે, જે હંમેશા તેમના નિવેદનોને લઇ ચર્ચામાં રહે છે.
OMG-2ને લઈ પણ છેડાઈ શકે છે વિવાદ
ચોથી ફિલ્મ છે અક્ષય કુમારની ઓહ માય ગોડ ફિલ્મ. ઓહ માય ગોડ ફિલ્મનો પ્રથમ ભાગ પણ વિવાદોમાં હતો અને હવે અક્ષયકુમાર આ ફિલ્મની સિક્વલ લઇને આવી રહ્યા છે. અને લોકો કહી રહ્યા છે કે આ વખતે ભગવાન શિવ બનીને લાગણીઓને ઠેસ પહોંચાડશે. અક્ષય કુમાર પછી રણદીપ હુડ્ડા સાવરકર લઇને આવી રહ્યા છે.. તેઓ તેમાં અભિનયની સાથે સાથે દિગ્દર્શન પણ કરી રહ્યા છે આ ફિલ્મમાં વિવાદ કઇ રીતે ઉભો થશે જે જણાવવાની આમ તો જરૂર નથી કેમકે ફિલ્મનું નામ જ પૂરતું છે. સાવરકર.
ગુજરાતમાં થયેલા રમખાણો પર બનેલી ફિલ્મ થવાની છે રિલીઝ
ગુજરાતના 2002ના કોમી રમખાણો પર પણ એક ફિલ્મ આવી રહી છે.. ગોધરા તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.. આ ફિલ્મના ટાઇટલ પછી એક ટેગલાઇન આવે છે ગોધરા-અકસ્માત કે ષડયંત્ર. ગોધરા વિવાદ તો હંમેશાથી એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે અને તેની ટેગ લાઇને ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. જો કે તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.