ઉર્વશી રૌતેલાએ નિશાન પર તીર લગાવી ડાન્સ કર્યો, સોશિયલ મીડિયા યુઝર્સે કરી આ કોમેન્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 17:42:33

ઉર્વશી રૌતેલા તેની ફિલ્મો કરતા સોશિયલ મીડિયામાં તેના વીડિયો શેર  કરીને સતત લાઈમ લાઈટમાં રહે છે. ખાસ કરીને તે ભારતીય ક્રિકેટર ઋષભ પંતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હવે ઉર્વશી રૌતેલાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે નિશાન સાધતી અને ડાન્સ કરતી જોવા મળે છે.  


વીડિયો સાથે ઉર્વશીએ શું કેપ્શન લખી?


ઉર્વશીએ શેર કરેલા વીડિયોમાં તે તીર વડે નિશાન લગાવતી જોવા મળી રહી છે. આમાં તેનું તીર નિશાન પર લાગી રહ્યું છે. આ પછી ઉર્વશી ખુશીથી નાચવા લાગે છે. આ વીડિયો સાથે ઉર્વશીએ કેપ્શન આપ્યું, 'દિવાળી ઓસ્ટ્રેલિયામાં કે ભારતમાં???. તેણે તેના કેપ્શનને ઘણા પ્રશ્ન ચિહ્નો સાથે અધૂરું છોડી દીધું છે, જેના પછી સોશિયલ મીડિયા યુઝર્સ તેને લઈને અલગ અલગ અર્થ કાઢી રહ્યા છે.


સોશિયલ મીડિયા યુઝર્સ શું કોમેન્ટ લખી? 


ઉર્વશીની કોઈપણ પોસ્ટ આજે તરત જ વાયરલ થઈ જાય છે. તેણે પોતાનો આ વીડિયો શેર કરતાની સાથે જ યુઝર્સની કમેન્ટ્સ પણ આવવા લાગી. એક યુઝરે લખ્યું, 'પહેલા પંત ભાઈને મનાવો પછી દિવાળી સેલિબ્રેટ કરો'. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, 'ઋષભ પંતના દિલ પર હુમલો કરવાથી કામ થઈ જશે. અહીં પ્રયત્નો કરવાથી કંઈ નહીં થાય.’ આ સાથે જ અન્ય એક યુઝરે લખ્યું, ‘ઋષભ ભાઈ માની લો, મેડમ તમારી પાછળ પાગલ છે.’



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે