બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરને સોશિયલ મીડિયામાં કેટલાંક લોકો ટ્રોલ કરી રહ્યાં છે. લગ્ન પછી હવે યૂઝર્સ દાવો કરી રહ્યાં છે કે લગ્નના થોડાં જ મહિનામાં તે મા બની ગઈ છે. એક ન્યૂઝ ચેનલનો નકલી સ્ક્રીનશોટ શેર કરી દાવો કર્યો કે, એક્ટ્રેસ લગ્નના થોડાં જ મહિનામાં મા બનવા જઈ રહી છે. હવે એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો અભિનેત્રી જલ્દી માતા બનવાના દાવા કરતા જોવા મળી રહ્યા છે. તો કેટલાક લોકો અભિનેત્રીને ટેગ કરીને અભિનંદન આપતા જોવા મળે છે, તો અનેક લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા અભિનેત્રીને ટોણા મારી રહ્યા છે.
કઈ રીતે ફેલાઈ આ અફવા?
વાસ્તવમાં, આ આખો મામલો એક ન્યૂઝ ચેનલના ફેક સ્ક્રીનશોટ વાયરલ થવાથી શરૂ થયો હતો, જેમાં બ્રેકિંગ કહેવામાં આવ્યું હતું કે સ્વરા ભાસ્કર લગ્નના સાડા ચાર મહિના પછી માતા બનવા જઈ રહી છે અને તેની ડિલિવરી જુલાઈમાં થઈ શકે છે. જો કે બાદમાં આ ન્યૂઝ ચેનલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ સ્ક્રીન શોટ સંપૂર્ણપણે નકલી છે, ચેનલ દ્વારા આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી. એક વાયરલ સ્ક્રીનશોટના કારણે સ્વરાની પ્રેગનેન્સીના ખોટા સમાચાર ફેલાતા બબાલ મચી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ખોટા સમાચારને લઈ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં થયા છે લગ્ન
સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. સ્વરા અને ફહદના લગ્નએ ભારે ચર્ચા જગાવી હતી. લગ્ન પછી સ્વરા ભાસ્કર ઘણી જ ટ્રોલ પણ થઈ હતી. હવે તે મા બની હોવાના સમાચાર પણ વાયરલ થઈ રહ્યાં છે. જો કે અમારી તપાસમાં આવી કોઈ જ જાણકારી નથી જેનાથી તેવું પુરવાર થાય છે કે સ્વરા ભાસ્કર માતા બનવાની પુષ્ટી કરે છે.