બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પહોંચી દ્વારકા, દ્વારકાધીશના કર્યા દર્શન, રાજનિતીમાં એન્ટ્રી અંગે કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-11-03 14:51:02

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કંગના રનૌતે રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. કંગના રનૌતનું તાજેતરનું નિવેદન સૂચવે છે કે તે લોકસભાની ચૂંટણી લડી શકે છે. ગુજરાતના દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરના દર્શને પહોંચી હતી. દ્વારકાધીશના દર્શન કરવા આવેલી કંગનાએ કહ્યું કે જો ભગવાન કૃષ્ણ ઈચ્છશે તો તે ચોક્કસથી ચૂંટણી લડશે. કંગના રનૌતના આ નિવેદન પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે 2024ની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. તેણે દ્વારકા પહોંચી સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં લોકસભા ઈલેક્શન લડશે તેવી વાત પણ કહી હતી.


દ્વારકા પહોંચી કંગનાએ શું કહ્યું?


દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી હતી. કંગન રનૌતે લખ્યું કે "મારું હૃદય કેટલાક દિવસોથી ખૂબ જ વ્યાકુળ હતું, મને દ્વારકાધીશના દર્શન કરવાનું મન થયું, શ્રી કૃષ્ણની આ દિવ્ય નગરી દ્વારકામાં આવતાની સાથે જ અહીંની ધૂળના દર્શન કરીને એવું લાગ્યું કે જાણે મારી બધી ચિંતાઓ તૂટીને મારા ચરણોમાં આવી પડી છે. મારું મન સ્થિર થઈ ગયું અને મને અનંત આનંદની અનુભૂતી થઈ. હે દ્વારકાધીશ આ જ પ્રકારે તમારી કૃપા વરસાવતા રહેજો. હરે કૃષ્ણ!"


કંગના કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે?


કંગના રનૌત ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાને ઉતરે તેવી સંભાવના છે. જેનું કારણ કંગના બીજેપીની વિચારધારાની ખૂબ નજીક છે. કંગના રનૌત ઘણીવાર જાહેર મંચ પર ભાજપને સમર્થન કર્યું છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં કંગના રનૌતની ફિલ્મ તેજસ અભિનેત્રીની હાજરીમાં સીએમ યોગી આદિત્યનાથ સહિત યુપીના તમામ મોટા નેતાઓએ જોઈ હતી. એવી અટકળો છે કે કંગના રનૌત ભાજપમાંથી ટિકિટ માંગી શકે છે. ભાજપના નેતાઓ સાથેની તેની મુલાકાત અને હિંદુત્વ અંગે કંગનાના નિવેદનો તેને ભાજપની નજીક લાવે છે.






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?