બોલિવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલી વધી રહી છે. તેના રેગ્યુલર જામીન પર કાલે નિર્ણય થશે. પટિયાલા કોર્ટે ઓર્ડર કાલ સુધી ઓર્ડર મુલતવી રાખ્યો છે. આજે જેક્લિન અને પિંકી ઈરાની કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટે પિંકીના વકીલને પુછ્યું કે તમને તમામ દસ્તાવેજોની કોપી મળી ગઈ છે.
જેક્લિનના વકીલે શું દલીલ કરી?
જેક્લિનના વકીલે કહ્યું કે તે તપાસમાં સહયોગ આપી રહી છે, અને તેમ છતાં પણ તેના પર દેશ છોડીને ભાગી જવાનો આરોપ થઈ રહ્યો છે. જેક્લિનના વકીલે તેના અસીલને રેગ્યુલર જામીન મળવા જોઈએ તેવી દલીલ કરી હતી. જો કે ઈડીએ તેના જામીનનો વિરોધ કર્યો હતો. ઈડીએ પુરાવા સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી હતી. વળી જેક્લિને ઈડીના કોઈ સવાલનો જવાબ સ્પષ્ટ રીતે આપ્યો નથી.
કોર્ટે ઈડીની ઝાટકણી કાઢી
કોર્ટે ઈડીને સવાલ કર્યો કે જો તમારી પાસે જેક્લિનની સામે સંપુર્ણ પુરાવા છે તો તમે તેની ધરપકડ કેમ નથી કરતા? તમે એલઓસી તો જારી કરી છે પણ જેક્લિનની ધરપકડ કેમ નથી કરી? આ કેસના તમામ આરોપી જેલમાં છે તો કોર્ટે ઈડીને પુછ્યું કે તમે પિક એન્ડ ચૂઝની નીતિ શા માટે અપનાવી રહ્યા છો? કોર્ટે પુછ્યું કે આ કેસમાં તપાસનું વર્તુળ કેટલું મોટું છે? 100 કરોડ રૂપિયા ક્યા ગયા? તપાસ ક્યા સુધી પહોંચી છે?