લોકસભા 2024ની ચૂંટણીઓમાં ઉત્તર ભારતની VIPમાં સીટોમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર ખુબ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. કેમ કે ત્યાંથી BJPએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી હતી અને પરિણામ આવતા તેઓ વિજયી બન્યા છે. પરંતુ હવે ચંદીગઢ એરપોર્ટથી સમાચાર આવી રહ્યા છે કે , ત્યાં મહિલા CISF જવાને કંગના રનૌતે લાફો મારી દીધો છે. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કંગના તેમજ થપ્પડ ટ્રેન્ડ થઈ રહ્યું છે..
CISFની મહિલા જવાને કંગનાને માર્યો લાફો!
કંગના રનૌત પોતાના નિવેદનને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહેતા.. કંગના રનૌતે થોડા સમય પહેલા જ રાજનીતિમાં એન્ટ્રી લીધી અને તેમને ભાજપે તેમને સાંસદના ઉમેદવાર તરીકે ટિકીટ પણ આપી.. મંડી પરથી તે ચૂંટણી લડ્યા અને તે જીતી પણ ગયા. મંડીના સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા લાફો માર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે . સમાચાર એવા સામે આવી રહ્યાં છે કે , CISFની આ મહિલા જવાન કે જેમનું નામ કુલવિન્દર કૌર સામે આવ્યું છે તેઓ કંગના રનૌતના કિસાન આંદોલન પરના આપેલા નિવેદનોના લીધે નારાજ હતી .
આ ઘટના ત્યારે બની જ્યારે...
વાત આખી એમ છે કે કંગના રનૌતે આજે ચંદીગઢ એરપોર્ટથી દિલ્હીની ફ્લાઈટ લેવાની હતી. ત્યારે આ આખી ઘટના બની છે. અહીં એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયી રહ્યા છે કે, સિક્યુરીટી ચેકમાં જયારે તેમણે તેમનો ફોન ટ્રોલીમાં મુક્યો ત્યારે આ ઘટના ઘટી હોવાના સમાચાર છે . જોકે તેઓ વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ પકડીને દિલ્હી જવા રવાના થયી ગયા હતા. હવે વાત કરીએ કંગના રનૌતની તો , તેઓ હાલમાં જ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટાઈને સંસદમાં પહોંચી ચુક્યા છે . તેમણે હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ CM વીરભદ્રસિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા છે .
પીએમ મોદીના પહેલેથી જ સમર્થક રહ્યા છે કંગના!
આ જીત બાદ કંગના રનૌતે પ્લેટફોર્મ X પર ટવિટ કરીને લખ્યું હતું કે , સમસ્ત મંડીવાસીઓનો આ જનાધાર , પ્રેમ અને વિશ્વાસ માટે આભાર માનું છું . આ જીત આપ સૌની છે , આ જીત પીએમ મોદીની છે , અને ભાજપા પર વિશ્વાસની , સનાતનની આ જીત છે . વાત કંગના રનૌતના બોલિવુડ કેરિયરની તો કંગના રનૌતે માત્ર ૧૭ વર્ષની ઉંમરે અનુરાગ બાસુની ફિલ્મ ગેન્ગસ્ટરથી કે જે ૨૦૦૬માં આવી હતી તેનાથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. કંગના રનૌત શરૂઆતથી જ PM મોદીના સમર્થક રહ્યા છે જેમ કે , સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ , રામ મંદિર , farmers bills પર તેમણે સરકારને સમર્થન આપેલું છે.
#WATCH | BJP leader Kangana Ranaut says "I am getting a lot of phone calls, from the media as well as my well-wishers. First of all, I am safe, I am perfectly fine. The incident that happened today at Chandigarh airport was during the security check. As soon as I came out after… https://t.co/jLSK5gAYTc pic.twitter.com/lBTzy2J7rW
— ANI (@ANI) June 6, 2024