ભણવા માટે તેમજ વસવા માટે ભારતીયોમાં વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ વિદેશથી અનેક વખત એવા સમાચાર સામે આવતા હોય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. ગેરકાયદેસર રીતે ઘૂસવાની કોશિશમાં અનેક ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.અમેરિકામાં તેમજ કેનેડામાં અનેક ભારતીય વસવાટ કરવા જતા હોય છે. ત્યારે કેનેડાથી એક દુખદ ઘટના સામે આવી છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ ભારતીય વિદ્યાર્થી હર્ષ પટેલ બે દિવસથી ગુમ હતો. બે દિવસ બાદ હર્ષ પટેલ મળ્યો પરંતુ મૃત હાલતમાં. પુત્રનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી.
બે દિવસથી ગુમ હર્ષ પટેલનો મળ્યો મૃતદેહ!
અભ્યાસ કરવા માટે અનેક વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય છે. અમેરિકા અને કેનેડા વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોય છે. ત્યારે વિદેશથી અનેક વખત દુખની ઘટનાઓ સામે આવતી હોય છે. અમેરિકા બાદ કેનેડામાં ગુજરાતી યુવક સાથે દુર્ઘટના ઘટી છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ અમદાવાદનો હર્ષ પટેલ દુર્ઘટનાનો ભોગ બન્યો છે. બે દિવસથી હર્ષ પટેલ ગુમ હતો. હર્ષ પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હર્ષ પટેલ મળ્યો પરંતુ મૃત હાલતમાં. હર્ષ પટેલનો ટોરેન્ટોમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. હર્ષનું મૃત્યુ કઈ રીતે થયું તે હજી જાણી શકાયું નથી પરંતુ હર્ષના પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગુમ હતા. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.