અમદાવાદના મકરબામાં યુવકની હત્યાથી ચકચાર, ઘડ અને માથું અલગ મળી આવ્યા


  • Published By :
  • Published Date : 2023-11-05 12:18:09

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી દિનપ્રતિદિન કથળી રહી છે. તેમાં પણ સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં ચોરી, લૂંટ, મારામારી, બળાત્કાર અને હત્યાની ઘટનાઓ ચિંતાજનજક રતી વધી રહી છે. અમદાવાદના મકરબા-કોર્પોરેટ રોડ પર એક યુવકની ઘડ વગરની લાશ મળી આલતા ચકચાર મચી ગઈ છે. હત્યાના સમાચાર મળતા આનંદ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતક યુવકનું માથું અને શરીર અલગ-અલગ મળી આવ્યા હતા. મકરબાના ગ્રીન એકર બિલ્ડિંગ પાસે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


હત્યા માટે કરાયો તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ


અમદાવાદના એસ.જી. હાઇવે પર મકરબા મકરબા-કોર્પોરેટ રોડ પર યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃત યુવકના માથા તથા મોંઢા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોઈ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મૃતર યુવક ક્યાનો હતો તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. પોલીસે હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે. અંગત અદાવતમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, પોલીસે એફએસએલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ મૃતક યુવક, તેના હત્યારાઓ અને શા માટે હત્યા કરવામાં આવી તેનો ભેદ ઉકેલી શકાશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?