પોલીસને પરિવાર જે ઘરમાં રહેતો હતો તેના તહેખાનામાં અપહરણના સંકેત મળ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં ઘરની બહાર એક મહિલા સૂટકેસ લઈ જતી દેખાઈ હતી.
પોલીસે હાલમાં આ ચાર લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
પેરિસ: ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક 12 વર્ષના બાળકની લાશ મળ્યા બાદ હત્યાની તપાસ શરૂ થઈ છે. આ લાશ એક સૂટકેસમાં હતી, તેના ગળા પર ઘણા ઘા હતા અને તેના શરીર પર કોઈ ખાસ 'ડિવાઈસ'થી કેટલાક રહસ્યમય આંકડા 'રખાયા' હતા. બાળકની લાશ જે સ્થિતિમાં મળી તેને જોઈને લોકોમાં ભય વ્યાપી ગયો છે. તેના હાથ-પગ બાંધેલા હતા, તેના મોંને ટેપથી ઢાંકી દેવાયો હતો. પોલીસ માટે મૃત બાળકીના શરીર પરના નંબરો કોયડો બની ગયા છે.
બે દિવસ પહેલા થયેલા પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું કે, બાળકનું મોત શ્વાસ રુંધાઈ જવાથી થયું હતું. ફ્રેન્ચ બ્રોડકાસ્ટર બીએફએમટીવી મુજબ, બાળકીના શરીર પર '1' અને '0' નંબર મળ્યા છે. ડેઈલીમેઈલના અહેવાલ મુજબ, પોલીસ સૂત્રએ કહ્યું કે, આંકડા છોકરીના શરીર પર લખાયેલા ન હતા કે તેને કાપવામાં પણ આવી નથી, પરંતુ એક 'ડિવાઈસ'થી તે તેના પર રાખવામાં આવ્યા હતા. નંબરોનું રહસ્ય હજુ ઉકેલાયું નથી, કેમકે અધિકારીઓ તેનો અર્થ હજુ શોધી શક્યા નથી.
સીસીટીવી ફૂટેજમાં દેખાઈ સૂટકેસ લઈને જતી મહિલા
છોકરી સ્કૂલેથી પાછી ન આવતા તેની માતાએ તે ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. હવે, પોલીસે હત્યાની તપાસ શરૂ કરી દીધી છે અને કહ્યું કે, પોલીસને પરિવાર જે ઘરમાં રહેતો હતો તેના તહેખાનામાં અપહરણના સંકેત મળ્યા છે. જાસૂસોએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા, જેમાં બિલ્ડિંગની બહાર એક મહિલા સૂટકેસ લઈને જતી જોવા મળી. અધિકારીઓનું માનવું છે કે, તે એ જ સૂટકેસ છે જે બાદમાં રસ્તા પર મળી હતી અને જેમાંથી બાળકીની લાશ મળી આવી હતી.
પોલીસે ચાર લોકોને કસ્ટડીમાં લીધા
સ્થાનિક અહેવાલો મુજબ, બાળકીની લાશ મળ્યા બાદ પોલીસે ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કસ્ટડીમાં લેવાયેલા લોકોમાં એ શખસ પણ સામેલ છે, જેણે સૂટકેસ જોયા પછી પોલીસને જાણ કરી હતી.