BOBના ખાતાધારકોએ રોકડ ઉપાડવા માટે UAEમાં લાઈન લગાવી, કારણ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-02-27 14:16:41

હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપના શેરો દરરોજ ધડાધડ તુટી રહ્યા છે. જો કે તેના કારણે બેંકિગ શેરો પર પણ અસર થઈ રહી છે.દેશની મોટી રાષ્ટ્રિયકૃત બેંકોના શેરો પણ છેલ્લા કેટલાક દિવસોથી ધરાશાઈ થઈ રહ્યા છે. જો કે તેમાં પણ સૌથી ખરાબ હાલત બેંક ઓફ બરોડાની થઈ છે. બેંક ઓફ બરોડાના ખાતાધારકો પણ હવે તેમની રોકડ ઉપાડવા માટે લાઈનો લગાવી રહ્યા છે.


શા માટે સર્જાઈ આ સ્થિતી?


તાજેતરમાં બેંક ઓફ બરોડાના સીઈઓ અને એમડી સંજીવ ચઢ્ઢાએ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બેંક અદાણી ગ્રુપને આગળ પણ લોન આપવાનું ચાલુ રાખશે. ચઢ્ઢાએ કહ્યું હતું કે અદાણી જૂથની લોનની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. બેંક ઓફ બરોડાના સીઈઓ અને એમડી સંજીવ ચઢ્ઢાની આ જાહેરાત બાદ દેશભરમાં હડકંપ મચી ગયો છે. દેશ અને વિદેશમાં BOBની બ્રાન્ચ સામે લોકો તેમના ખાતા બંધ કરાવવા માટે સવારથી જ લાઈનો લગાવી રહ્યા છે. 


UAEનો વીડિયો વાયરલ


UAEમાં લોકો લાંબી કતારોમાં ઉભા રહીને તેમના બેંક ઓફ બરોડાના ખાતા બંધ કરી રહ્યા છે. BOBના CEOએ અદાણી ગ્રુપને લોન આપવાનું ચાલુ રાખવાનું કહ્યું હોવાથી લોકો નારાજ છે? UAEમાં બેંક ઓફ બરોડાની શાખા બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. BOBની અલ આઈન શાખાની બહાર લાઈનોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?