ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના મોહમ્મદપુરા વિસ્તારમાં 25 લોકોને લઈ જતી હોડકી ડૂબવાનો બનાવ બન્યો હતો. આ દુર્ઘટનામાં સુમલી નદીમાં ડૂબી જતાં 3 લોકોના મોત થયા હતા. તમામ લોકો સુમલી નદી પરથી પસાર થઈ રહ્યા હતા. 25માંથી 6-7 લોકો નદીમાં ડૂબ ગયા હતા.
25 લોકો ભરેલી હોડકી ડૂબી, 3 લોકોના મોત
મોહમ્મદપુર ખાલા થાણા વિસ્તારમાં કારતક પૂનમના કારણે લોકો ઘઘરન મેળામાં જવાનું આયોજન કરી રહ્યા હતા. સોમવારે સાંજે સુમલી નદી પરથી 25 લોકો હોડકીમાં બેસીને નદી પસાર કરી રહ્યા હતા. તમામ લોકો ઘઘરનના મેળામાં જઈ રહ્યા હતા તે દરમિયાન જ હોડકી હલવા લાગી હતી. કોઈ કંઈ કરી શકે તેની પહેલા જ ઘડીવારમાં હોડકી પલટી ગઈ હતી.
યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું
હોડકી પલટી જતાં લોકો નદીમાં ડૂબી ગયા હતા, જેમને તરતા આવડતું હતું તે લોકો તરીને નદી બહાર આવી ગયા હતા. છ લોકો ડૂબતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી. પોલીસે પહોંચીને મૃતકોના શરીરને બહાર કઢાવ્યા હતા. મૃતકો કોણ છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.