આસામની બ્રહ્મપુત્રા નદીમાં બોટ ડુબી, એક સરકારી અધિકારી સહિત 10 લાપતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 14:09:35

આસામની બ્રહ્મપુત્રા નદીમાં બોટ પલ્ટી મારી હતી.જે બોટમાં કુલ 20 લોકો સવાર હતા અકસ્માત જેમાંથી 10 લોકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા પરંતુ અન્ય 10 લોકો લાપતા છે એની શોધખોળ ચાલી રહી છે

 


ધુબરીના મહેસૂલ અધિકારી સંજુ દાસ સહિત 20થી વધુ લોકો બોટમાં સવાર હતા. બોટ પલટી જવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. SDRF, NDRF અને પોલીસ કર્મચારીઓની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

छवि

આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ જ્ઞાનેન્દ્ર દેવ ત્રિપાઠીએ આ દુર્ઘટના અંગે માહિતી આપી હતી. માહિતી મળતા જ વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલી બોટ સ્વદેશી બનાવટની મિકેનિકલ બોટ છે. SDRF, NDRF અને પોલીસ કર્મચારીઓની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

छवि

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગુરુવારે સવારે ધુબરી જિલ્લાના ભાસાની નગર સ્થિત બ્રહ્મપુત્રા નદીમાં થઈ હતી. ધુબરીના મહેસૂલ અધિકારી સંજુ દાસ સહિત 20થી વધુ લોકો બોટમાં સવાર હતા. બોટ પલટી જવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બોટમાં સવારે લગભગ 20 લોકોમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ રેવન્યુ ઓફિસર સંજુ દાસ સહિત 10 લોકો લાપતા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે પરંતુ હજુ સુધી કોઈનો પત્તો લાગ્યો નથી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...