કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં થૂવલથીરમ સમુદ્ર કિનારા નજીક રવિવારે સાંજે એક હાઉસબોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 22 થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ બોટમાં 40 લોકો હતા. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ દુર્ઘટનાના પીડિતોને મળવા માટે પહોંચી ગયા હતા. તેમણે સ્થાનિક તાલુક હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
#WATCH केरल के मलप्पुरम ज़िले के तनूर के पास एक पर्यटक नाव के पलटने से अब तक 18 लोगों के मृत्यु की ख़बर है। वीडियो घटनास्थल व अस्पताल के बाहर से है। बचाव अभियान जारी है। pic.twitter.com/WeDSNV8Vrp
— ANI_HindiNews (@AHindinews) May 7, 2023
બચાવ અભિયાન શરૂ
#WATCH केरल के मलप्पुरम ज़िले के तनूर के पास एक पर्यटक नाव के पलटने से अब तक 18 लोगों के मृत्यु की ख़बर है। वीडियो घटनास्थल व अस्पताल के बाहर से है। बचाव अभियान जारी है। pic.twitter.com/WeDSNV8Vrp
— ANI_HindiNews (@AHindinews) May 7, 2023આ દુર્ઘટના બાદ NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધુ છે. સ્કૂબા ડાઈવિંગ ટીમને પણ બોલાવવામાં આવી છે. તે સાથે જ નેવી અને કોસ્ટ ગાર્ડની ટીમ પણ પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 22 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. કેટલાક મૃતદેહો કાદવમાં ફસાયા હોવાની પણ આશંકા છે. અત્રે ઉલ્લેખનિય છે કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. આ લોકો ઉનાળું વેકેશન મનાવવા માટે અહીં આવ્યા હતા.