વિશ્વનું સૌથી મોટું રેલવે જાળ ધરાવતું આપણું રેલવે વિભાગ રેલવે વિભાગમાં અનેક બદલાવો કરી રહી છે. વિભાગ ICH કોચને LHB કોચમાં બદલી રહી છે. પણ શું તમને ખબર છે કે રેલવેના જે બ્લૂ કલરના ડબ્બામાં તમે સફર કરો છો તે હવે બ્લૂ નહીં રહે અને લાલ રંગના થઈ જશે? આ આર્ટિકલમાં આપણે જાણીશું કે કેમ આ બધુ થઈ રહ્યું છે અને ICH અને LHB કોચ વચ્ચે શું તફાવત છે. ટ્રેનમાં જે બ્લૂ રંગના કોચ છે તેને ICH એટલે કે ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી અને LHB એટલે કે લિંક હાફમેન બુશ કહેવામાં આવે છે. દેશની ઝડપથી ભાગતી ટ્રેનમાં પહેલા આ બ્લુ કલરના ડબ્બા લાગતા હતા પણ હવે તે રાજધાની એક્સપ્રેસ, ગતિમાન એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસના ડબ્બા બ્લૂમાંથી લાલ રંગના થઈ રહ્યા છે. રેલવે વિભાગે નિર્ણય લીધો છે કે દેશની તમામ ટ્રેનને LHBમાં બદલી દેવામાં આવશે. રેલવે વિભાગે જલ્દમાં જલ્દ આવું કરવા એટલા માટે નિર્ણય લીધો છે કારણ કે LHB કોચના કારણે રેલવે લોકોને ઘણું બધું વધારે આપી શકે છે. જેવું કે સલામતી, ઝડપ, ક્ષમતા, આરામ વગેરે... વગેરે...
હવે ટ્રેનના ડબ્બા બ્લ્યૂ કેમ નહીં રહે?
હવે આપણે ડિટેઈલમાં બંને કોચ વીશે સમજીએ. ICH કોચની ફેક્ટરીની સ્થાપના 1952માં તમિલનાડુના ચેન્નઈમાં કરવામાં આવી હતી.. આ કોચ ભારે હોય છે કારણ કે તે સ્ટેઈનલેસ સ્ટીલના બનેલા છે. આ કોચમાં એર બ્રેકની સિસ્ટમ ઈન્સ્ટોલ હોય છે. ડ્યુઅલ બફર સિસ્ટમના કારણે ટ્રેનના ડબ્બા એક બીજા ઉપર ચઢી જાય છે. ડ્યુઅલ બફર સિસ્ટમ એટલે તમે ટ્રેનમાં પેલા બે ગોળ ગોળા જોયા હશે જેના આધારે ડબ્બાને જોડવામાં આવે છે. તે ગોળા ટ્રેનના ડબ્બામાં એટલા માટે હોય છે કારણ કે જો કદાચ અચાનક બ્રેક મારવામાં આવે તો પેસેન્જરને આંચકો ના લાગે. એર બ્રેકના કારણે ગાડીને રોકાવામાં વધારે સમય લાગે છે. ટુવ્હીલ કે ફોરવ્હીલની જેમ મહત્તમ ઝડપ મર્યાદા હોય છે તેમ ટ્રેનના ડબ્બાની પણ મેક્સિમમ લિમિટ હોય છે. આ ડબ્બાને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાય છે. આ કોચની જાળવણીમાં વધારે ખર્યો હોય છે કારણ કે તેને વર્ષમાં એકવાર ઓવરહોલ કરવાની જરૂર પડે છે. ઓવરહોલ એટલે કે આપણી ભાષામાં સમજીએ તો રિપેરિંગ કામકાજ. આ કોચમાં ખખડવાનો વધારે આવાજ આવે છે. જેને માપવામાં આવે તો 80 ડેસિબલ જેટલો અવાજ આવે છે. 80 ડેસિબલ જેટલો અવાજ એટલે માનીલો કે તમારું ઘર રોડ કાંઠે હોય અને ત્યાંથી સતત વાહનો નીકળે તો કેટલો અવાજ આવતો હોય તેટલો અવાજ. ICHના સસ્પેન્શનના કારણે ઉપર નીચે તો ઝટકા તો આવે છે પણ સાઈડમાં પણ ઝટકા આવે છે.
રેલવેના ડબ્બા કેમ લાલ રંગના થઈ રહ્યા છે?
તેની સામે હવે બીજા LHB કોચની પણ વાત કરીએ જેને રેલવે મંત્રાલય લાવી રહી છે. આ જર્મનીએ બનાવેલ કોચ છે. આ કોચનું ફુલફોર્મ લિંક હોફમન બુશ છે. આ કોચની ફેકટરી પંજાબ રાજ્યના કપુરથલા શહેરમાં આવી છે. આ કોચને 2000ની સાલમાં જર્મનીમાંથી લાવવામાં આવ્યા છે. આમાં લોખંડની જગ્યાએ માઈલ્ડ સ્ટીલનો ઉપયોગ થાય છે જેના કારણે તે હવામાં હળવા હોય. માઈલ્ડ સ્ટીલ એટલે જેમાં કાર્બનની માત્રા ઓછી હોય. આ કોચ ચાલતી હોય ત્યારે ઓછો અવાજ કરે છે અને વધારે ખખડતી પણ નથી. તો આ કોચનો અવાજ 60 ડેસિબલ જેટલો આવતો હોય છે. 60 ડેસિબલ એટલે આપણે સામાન્ય વાતચીત કરીએ ત્યારે અવાજ આવે એટલો અવાજ. તમે જોયું હોય તો મોર્ડન બાઈકમાં ડિસ્ક બ્રેક આવે છે. એવી જ ડિસ્કબ્રેક આ કોચમાં પણ આવે છે જેનાથી ટ્રેનમાં ડબ્બા એકબીજાના માથે ચઢી જવાના બનાવો ઓછા થઈ જશે. જો આવું થશે તો અકસ્માતના બનાવો પણ ઘટી જશે. કારણ કે આમાં સેન્ટર બફર કુલિંગ સિસ્ટમ આવેલી હોય. આમ તો આ ડબ્બાને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ભગાવી શકાય છે પણ આપણું રેલવે વિભાગ આ ડબ્બાને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભગાવે છે. ICH ડબ્બાને વર્ષમાં એકવાર રીપેર કરાય છે પણ LHBને 2 વર્ષમાં એકવાર રીપેર કરવાની જરૂર પડે છે. LHBમાં સારા સસ્પેન્શન હોવાના કારણે સાઈડના ઝટકા રોકાઈ જાય છે.
તો રેલવેમાં સફર કરતા લોકોને હવે સલામત અને આધુનિક સફર માટે અભિનંદન.