સુરેન્દ્રનગરના ખારાઘોડામાં બે જુથ વચ્ચે લોહિયાળ ધીંગાણું, 8 લોકો લોકોની અટકાયત, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-30 19:08:55

રક્ષાબંધનના આ પવિત્ર દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જૂથના લોકો એકબીજા પર લાકડીઓ ને અન્ય હથિયાર લઈ તૂટી પડતાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે હાલ આઠેય આરોપીઓની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરવા સહિતની કામગીરી હાથ ધરી છે. જ્યારે ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.જ્યારે ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણનો આ વીડિયો વાઈરલ થયો છે. 


આ લોકોની થઈ અટકાયત 


આ બનાવ અંગે ખારાઘોડાના આઠ શખસો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ખારાઘોડા ગામના જલા બાબુ બેલીમેં ખારાઘોડા ગામના જ મુકેશ ઠાકોર, ખોડાભાઈ, બૂટા રમા, લાલા મુંજા અને બેચરભાઈના ત્રણ દીકરા બળદેવ, પુના કાળા વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


શું છે સમગ્ર મામલો?


સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને પાટડી વચ્ચે બે જૂથના લોકો સીએનજી રિક્ષા ચલાવવાનું કામ કરે છે. આ રૂટ પર પેસેન્જર બેસાડવાને લઈ બંને જૂથના લોકો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી અંતે મારામારીમાં પલટી ગઈ હતી. બંને જૂથના લોકો એકબીજા પર લાકડીઓ લઈ તૂટી પડ્યા હતા, ઝઘડો એટલો ઉગ્ર હતો કે નજીકમાં ઊભેલા અન્ય લોકોની કંપારી છૂટી ગઈ હતી. અન્ય લોકો આગળ વધી લોકોને છૂટા પડાવવા જવાની હિંમત કરી શક્યા નહોતા. જેમાં ચાર લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં એક વ્યકિતને બ્રેઈન હેમરેજ થઈ જતાં સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.