મતદાર યાદી સુધારણા કાર્યક્રમ: BLOની કામગીરી શિક્ષકોના માથે જ કેમ, શિક્ષણનો ભોગ શા માટે લેવાઈ રહ્યો છે?


  • Published By :
  • Published Date : 2023-08-18 21:14:22

લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા દર વર્ષની માફક રાબેતા મુજબ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે 21 જુલાઈથી 21 ઓગસ્ટ 2023 સુધી એક મહિના સુધી શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં ડોર ટુ ડોર ફરીને એપ્લિકેશન દ્વારા દરેક કુટુંબના ડેટા ભરવા, તમામનું વેરિફિકેશન કરવું જેવી જટિલ કામગીરી સોંપવામાં આવી છે. જો કે બી.એલ.ઓ.ની કામગીરી શિક્ષકો પર થોપી દેવાતા શિક્ષકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક હીતમાં બી.એલ.ઓ.ની કામગીરીમાંથી તમામ શિક્ષકોને તથા અન્ય 13 કેડરને પણ આપી શકાય તેવી માંગ કરવામાં આવી છે. જો કે શિક્ષકોના વિરોધના કારણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વિક્ષેપ સર્જાઈ રહ્યો છે જેના કારણે મુખ્ય ચૂંટણી કચેરીના ઉપ સચિવે તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને પત્ર લખી બીએલઓની નિમણૂક અંગે ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની માર્ગદર્શક સુચનાઓ મુજબ કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.


શિક્ષણનો ભોગ લેવાઈ રહ્યો છે

 

રાજ્યમાં સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના માથે સરકાર દ્વારા અનેક કાર્યો થોપી દેવાતા શિક્ષકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. બીએલઓની કામગીરી સોંપી દેવામાં આવતા શિક્ષણકાર્ય ક્યારે પૂરું કરવું તે પ્રશ્ન શિક્ષકોને સતાવી રહ્યો છે. અન્ય કામગીરીઓના ભારણ નીચે દબાયેલા શિક્ષકો વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને પણ ચિંતિત છે. રાજ્યભરના સરકારી શાળાના શિક્ષકોને અભ્યાસ ઉપરાંતની અઢળક કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવી છે. ત્યાં વધુ એક બીએલઓની કામગીરી આવી પડતાં શિક્ષકો મુંઝાયા છે. ચૂંટણી પંચ દ્વારા 21 જુલાઈથી 21 ઓગસ્ટ 2023 સુધી એક મહિના સુધી શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપી દેવામાં આવી છે. જેમાં ડોર ટુ ડોર ફરીને એપ્લિકેશન દ્વારા દરેક કુટુંબના ડેટા ભરવા, તમામનું વેરિફિકેશન કરવું જેવી જટિલ કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરી વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે થતી હોય શિક્ષકો પણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય અને અભ્યાસક્રમ પૂર્ણ કરાવવાને લઈને ચિંતિત જણાઈ રહ્યા છે. શિક્ષકોમાં એવો પણ ગણગણાટ થઈ રહ્યો છે કે, જો સરકાર દ્વારા આવી કામગીરીઓ સોંપવામાં આવશે તો રાજ્યમાં શિક્ષણનું સ્તર પણ કથળશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ તેની માઠી અસર પડશે. હાલ તો શિક્ષકો સરકારની કામગીરીનું દબાણ અને પોતાની સાચી ફરજ વચ્ચે પિસાઈ રહ્યા છે.


શું કામગીરી સોંપાઈ?


ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં 21 જુલાઇથી 21 ઓગષ્ટ સુધી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં બુથ લેવલ ઓફીસરે ઘેર ઘેર જઇ મતદારોની ચકાસણી કરવાની છે. જેમાં મતદારોના નામ કમી, ઉમેરવા વગેરે માટેના ફોર્મ ભરવા આધાર કાર્ડ, જન્મ અને મૃત્યુનાં આધાર, રહેઠાણનાં પુરાવા, કુટુંબનાં સભ્યોની વિગતો એકત્રિત કરવાની છે.


અન્ય 13 કેડરને BLOની કામગીરી


મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, તલાટી, પંચાયત સચિવ, ગ્રામ્ય સ્તરના કામદારો, વીજબીલ રીડર્સ, પોસ્ટમેન, સહાયક નર્સ અને મીડવાઇફ, આરોગ્ય કાર્યકરો, મધ્યાહન ભોજન કાર્યકરો, કોર્પોરેશન ટેકસ કરતા કર્મીઓ, યુડીસી-એલડીસીના કારકુની સ્ટાફની પણ બીએલઓ કામગીરીમાં નિમણૂંક સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. 

 

ગોધરા પ્રાંત અધિકારીની  BLOને નોટીસ


મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગોધરા જિલ્લામાં 132 દાહોદ વિધાન સભા મતવિભાગમાં હાઉસ ટુ હાઉસની કામગીરીની સમીક્ષા કરતા બીએલઓની કામગીરીનું માત્ર 18 ટકા જ પૂર્ણ થઈ છે. વળી ફોર્મ નં. 6, 7,8 અંગેની કામગીરી ખુબ જ નબળી જણાતા ગોધરા પ્રાંત અધિકારીએ બીએલઓ સુપરવાઈઝર અને બીએલઓને નોટિસ ફટકારી છે. પ્રાંત અધિકારીએ 17થી 21 ઓગસ્ટ સુધી મામલતદાર કચેરી દાહોદ ખાતે હાજર રહેવાની સુચના આપી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?